Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

એસબીઆઈ પે-કાર્ડ લોંચ કરાયુ : મોટી રાહત રહેશે

કાર્ડ અને પીનની જરૂર નહીં રહે

નવીદિલ્હી, તા. ૧૬: સ્ટેટ બેંકે આજે એસબીઆઈ કાર્ડ પે સુવિધા લોંચ કરી હતી. આ ફિચરનો ઉપયોગ કરીને ગ્રાહક મોબાઇલ ફોન મારફતે પોઇન્ટઓફ સેલ પર કોન્ટેક્ટ લેસ પેમેન્ટ કરી શકે છે. એસબીઆઈ કાર્ડ પેથી નિયર ફિલ્ડ કોમ્યુનિકેશનવાળા પીઓએસ પર મોબાઇલ ઉપર ટેપ કરતાની સાથે જ પેમેન્ટ કરી શકાશે. આના માટે નજીકમાં ક્રેડિટ કાર્ડ રાખવા અને પીનકાર્ડ રાખવાની જરૂર રહેશે નહીં. ભારતમાં આ પ્રકારની પ્રથમ પેમેન્ટ સોલ્યુશનની શરૂઆત થઇ છે. એસબીઆઈ કાર્ડ મોબાઇલ એપનો હિસ્સો છે જેનાથી લોકોને ફાયદો થશે.

(8:39 am IST)