Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

દિવાળી પહેલા પતાવી લેજો કામકાજ : 10 બેંકોના વિલયના વિરોધમાં 22 ઓક્ટોબરે હડતાળનું એલાન

હડતાળને ભારતીય ટ્રે઼ડ યૂનિયન કોંગ્રેસે પણ સમર્થન આપ્યું

નવી દિલ્હી : દિવાળીથી ઠીક પહેલા બેન્કોમાં હડતાળથી કામકાજ પ્રભાવિત થશે 10 બેન્કોના વિલયના વિરોધમાં 22 ઓક્ટોબરે હડતાળની જાહેરાત કરાઇ છે. અખિલ ભારતીય બેન્ક કર્મચારી સંઘ અને ભારતીય બેન્ક કર્મચારી સંઘ તરફથી બોલાવવામાં આવેલી હડતાળને ભારતીય ટ્રે઼ડ યૂનિયન કોંગ્રેસે પણ સમર્થન આપ્યું છે. જો આ હડતાળ થાય છે તો દિવાળી પહેલા 5 દિવસોમાંથી 3 દિવસ બેન્ક બંધ રહેશે.

સરકારે 10 સરકારી બેન્કોના વિલયથી 4 મોટી બેન્ક બનાવવાનો નિર્ણય કર્યો છે. બેન્ક કર્મચારી તેનો વિરોધ કરી રહ્યા છે. ભારતીય ટ્રેડ યૂનિયન કોંગ્રેસે 22 ઓક્ટોબરે પ્રસ્તાવિત દેશવ્યાપી બેન્ક હડતાળનું સમર્થન કર્યું છે.

(12:00 am IST)
  • રાજકોટમાં પ્રથમ નોંધાયો ત્રિપલ તલાકનો ગુનો : ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો ત્રિપલ તલાકનો ગુનો access_time 1:10 am IST

  • માઇક્રોસોફટના CEO સત્યા નડેલાને ૧ વર્ષમાં મળ્યા ૩૦૬ કરોડના વેતન-ભથ્થા : દિગ્ગજ ટેક કંપની માઇક્રોસોફટના CEO સત્યા નડેલાને ૧ વર્ષમાં વેતન-ભથ્થામાં ૬૬ ટકાનો વધારો પ્રાપ્ત થયો છે : ર૦૧૮-૧૯માં તેમને ૩૦૬.૪૩ કરોડ એટલે કે ૪.ર૯ કરોડ ડોલરનો પગાર મળ્યો છે : ર૦૧૭-૧૮માં નડેલાને ૧૮૪.ર૮ કરોડ રૂપિયા એટલે કે ર.પ૮ કરોડ ડોલર મળ્યા હતાઃ કંપનીના શેરની કિંમત વધવાને કારણે નડેલાના પગાર-ભથ્થા વધારાયા છે access_time 3:22 pm IST

  • ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘે કહ્યું છે કે અમે સાવરકરના વિરોધી નથી પરંતુ તેમની હિન્દૂ વિચારધારાનો વિરોધ કરીએ છીએ. એ દરમીયાન ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું છે કે રાષ્ટ્ર માટે સાવરકરજીએ જે બલિદાન આપ્યું છે તે બીજા કોઈએ આપેલ નથી. access_time 1:17 am IST