Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

સબરીમાલા મંદિરમાં મહિલાના પ્રવેશ મામલે હિંસક અથડામણ :પોલીસે ખાનગી વાહનો પર ગુસ્સો ઉતાર્યો

તિરૂવનંતપુરમઃ સમરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ  મુદ્દે સુપ્રીમના ચૂકાદા બાદ બુધવારે પ્રથમ વખત માસિક પૂજા વિધી માટે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. પોલીસે કેરળના પામ્પામાં  મહિલાઓના પ્રવેશ મુદ્દે થયેલી હિંસક અથડામણ બાદ પોતાનો ગુસ્સો ખાનગી વાહનો પર ઉતાર્યો હતો, જેનો વીડિયો વાયરલ થયો હતો. 

  આ અગાઉ ધાર્મિક માન્યતા મુજબ મંદિરમાં 10થી 50 વયજૂથની મહિલાઓને પ્રવેશતી અટકાવવા માટે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ એક્ઠા થયા હતા. તેમના દ્વારા પોલીસ પર પથ્થરમારો પણ કરાયો હતો. પ્રદર્શનકારીઓ સુપ્રીમ કોર્ટના ચૂકાદાનો વિરોધ કરતા હતા. 

(9:48 pm IST)