Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

નવી શિક્ષણ પોલિસી ૩૧મી સુધી સરકારને સુપરત કરાશે

શિક્ષણના બોજને ઘટાડવાનો પોલિસીમાં ઉદ્દેશ્ય : રમતગમત અને ભારતીય ભાષા ઉપર મુખ્ય ધ્યાન કેન્દ્રિત

નવી દિલ્હી, તા. ૧૭ : નવી શિક્ષણ નીતિનો મુસદ્દો તૈયાર કરવામાં આવી ચુક્યો છે. આ મુસદ્દામાં શૈક્ષણિક બોજને ઘટાડવા અને રમત-ગમત અને અન્ય પ્રવૃત્તિ માટે વધારે સમય ફાળવી શકાય તે હેતુસર અભ્યાસક્રમ ઉપર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરાઈ રહ્યું છે. નવી શિક્ષણ પોલિસી ૩૧મી ઓક્ટોબર સુધી સરકારને સુપ્રત કરવામાં આવે તેવી શક્યતા છે. આ શિક્ષણ  નીતિમાં ભારતીય ભાષાઓ અને રમત-ગમત ઉપર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરાશે. શિક્ષણ નીતિના મુસદ્દાને લઇને ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે. ઇસોરના પૂર્વ વડા કે કસ્તુરીરંજનના નેતૃત્વમાં પેનલ દ્વારા આ મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે. ૩૧મી ઓક્ટોબર ૨૦૧૮ સુધીમાં ફાઈનલ ડ્રાફ્ટ સુપ્રત કરવામાં આવે તેવી શક્યતા છે. ૨૪મી જૂન ૨૦૧૭ બાદથી આ કમિટિને ચાર વખત તેની મહેતલ વધારવામાં આવી છે. પૂર્વ કેબિનેટ સેક્રેટરી પીએસઆર સુબ્રમણ્યમ પેનલ દ્વારા મે ૨૦૧૬માં સરકારને તેનો અહેવાલ સોંપી દેવામાં આવ્યો હતો. આ પેનલમાં શિક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત કરવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા ત્યારબાદ વધુ ચર્ચા કરવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. આના ભાગરુપે કસ્તુરીરંગન પેનલની રચના કરવામાં આવી હતી. પ્રવર્તમાન પોલિસી ૧૯૮૬માં રચવામાં આવી હતી. ૧૯૯૨માં આમા સુધારો કરવામાં આવ્યો હતો. આ પોલિસીમાં યુવતીઓના શિક્ષણ અને પબ્લિક સંસ્થાઓને વધુ મજબૂત કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો છે. ભાષા, રમતગમત, ગણિત ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સ્કુલના સ્તર પર આને મજબૂત કરવા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓ પર બોજને ઘટાડવા માટે અભ્યાસક્રમને તર્કસંગત બનાવવાની વાત ચાલી રહી છે. ચાર વખત એક્સ્ટેન્શન મળ્યા બાદ આ કમિટિ હવે અહેવાલ સુપ્રત કરનાર છે. માનવ સંશાધન વિકાસમંત્રાલયને આ રિપોર્ટ સુપ્રત કરવામાં આવ્યા બાદ તેમાં અભ્યાસ કરવામાં આવશે ત્યારબાદ સંસદ સમક્ષ આને રજૂ કરવામાં આવશે. રિવિઝન ખુબ મહત્વપૂર્ણ છે. નવી નેશનલ એજ્યુકેશન પોલિસીને લઇને મોદી સરકારે વચન આપ્યું હતું.

મોદી સરકારના ચૂંટણી વચન પૈકીના એક તરકે આને ગણવામાં આવે છે. વારંવાર આમા વિલંબ થતો રહ્યો છે. પેનલની રચના કરવામાં વિલંબ થતાં પ્રશ્નો ઉભા થયા હતા. મે ૨૦૧૯માં મોદી સરકારની અવધિ પુરી થઇ રહી છે ત્યારે આને અમલી કરાશે કે કેમ તેની ચર્ચા શરૂ થઇ ગઈ છે.

નવી શિક્ષણ પોલિસી...

*    નવી શિક્ષણ પોલિસી ૩૧મી સુધી સરકારને સુપરત કરાશે

*    ઇસરોના પૂર્વ વડા કસ્તુરીરંગનના નેતૃત્વમાં પેનલ દ્વારા ડ્રાફ્ટ તૈયાર કરાયો

*    કમિટિને ૨૪મી જૂન ૨૦૧૭ બાદથી ચાર વખત એક્સ્ટેન્શન અપાયું છે

*    પેનલે ભારતીય ભાષાઓ અને શિક્ષણ ઉપર મુખ્ય ધ્યાન કેન્દ્રીત કર્યું છે

*    પ્રવર્તમાન પોલિસી ૧૯૮૬માં રચવામાં આવી હતી અને ૧૯૯૨માં સુધારો કરાયો હતો

*    યોગા અને આયુર્વેદ જેવી નોલેજ સિસ્ટમ ઉપર ધ્યાન

*        વિદ્યાર્થીઓના બોજને ઘટાડવામાં આવશે

(9:45 pm IST)