Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

સબરીમાલા : રાજકીય પક્ષ મેદાનમાં ઉતર્યા છે

આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દોર

થિરુવંતનપુરમ, તા. ૧૭ : ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આજે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ટેકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે તમામ વયની મહિલાઓના પ્રવેશ ઉપરથી પ્રતિબંધને ઉઠાવી લીધો હતો. સુબ્રમણ્યમ સ્વામીએ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પરથી પ્રતિબંધને ઉઠાવી લેવા ટેકો આપ્યો છે પરંતુ તેમણે કહ્યું છે કે, કેટલીક અમારી પરંપરા પણ રહેલી છે. સ્વામીનું કહેવું છે કે, ત્રિપલ તલાક પણ પરંપરાના એકભાગરુપે પરંતુ જ્યારે તેની નાબૂદીનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારે તેની પ્રશંસા થઇ હતી. હાલમાં હિન્દુઓ પણ શેરીઓમાં આવી રહ્યા છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, તમામ જાતિવાદી વિચારધારાને દૂર કરવાની જરૂર છે. સુબ્રમણ્યમ સ્વામીના મુદ્દે પણ અન્ય પાર્ટીઓએ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ પાર્ટીએ પણ પ્રાથમિકરીતે આને ટેકો આપ્યો છે. બીજી બાજુ પોલીસે કહ્યું છે કે, જવાનો મોટી સંખ્યામાં ગોઠવવામાં આવ્યા છે. સબરીમાલામાં જવાથી કોઇને પણ રોકવામાં આવશે નહીં. મુખ્યમંત્રી વિજયન પોતે પણ ચિંતાતુર દેખાઈ રહ્યા છે. કેરળના મુખ્યમંત્રીએ કોંગ્રેસ અને ભાજપની ઝાટકણી કાઢી છે. રાજ્યની બિનસાંપ્રદાયિક સ્થિતિને બગાડવાના પ્રયાસ કરવાનો બંને પાર્ટીઓ પર આક્ષેપ કર્યો છે. શિવસેનાના કેરળ એકમે કહ્યું છે કે, જો મહિલાઓના પ્રવેશને મંજુરી અપાશે તો સામૂહિક આપઘાતના પ્રયાસ કરવામાં આવશે.

(7:49 pm IST)