Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

# me Too :દીપિકા પાદુકોણની NGOના ટ્રસ્ટી પર લાગ્યો યૌન શોષણનો આરોપ:રાજીનામુ લઈ લીધું

અનિર્બાન દાસ બહલ પર પણ ચાર મહિલાઓનું યૌન શોષણ કર્યું હોવાનો આરોપ

નવી દિલ્હીઃ યૌન શોષણના આરોપો બાદ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની એનજીઓ 'ઘી લિવ લવ લાફ ફાઉન્ડેશન'એ પોતાના ટ્રસ્ટી અને ક્વાન એન્ટરટેઈનમેન્ટના ફાઉન્ડર અનિર્બાન દાસ બહલને એનજીઓથી અલગ કરી દીધા છે. અનિર્બાન દાસ પર ચાર મહિલાઓના યૌન શોષણનો આરોપ લાગ્યો છે.

 ટીએલએલએલ ફાઉન્ડેશને એક નિવેદન જાહેર કરીને કહ્યું કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટને લઈને જીરો ટૉલરેન્સ પૉલિસી છે અને તેઓ મહિલાઓને એક સુરક્ષિત માહોલ આપવા માટે તત્પર છે. અનિર્બાનને ક્વાનથી પણ અલગ થવાનું અલ્ટિમેટમ મળી ગયું છે.

   દેશમાં #MeTooએ જોર પકડ્યા બાદ કેટલીય મહિલાઓના યૌન શોષણ વિરુદ્ધ બુલંદ અવાજ ઉઠી રહ્યો છે. દીપિકા પાદુકોણની એનજીઓ ધી લિવ લવ લાફ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને સેલિબ્રિટી મેનેજર અનિર્બાન દાસ બહલ પર પણ ચાર મહિલાઓનું યૌન શોષણ કર્યું હોવાનો આરોપ લાગ્યો છે. દાસ પર આરોપ લાગ્યા બાદ ફાઉન્ડેશને એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે દાસે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે જેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે.

(4:33 pm IST)