Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

લગાતાર ૩૬ કલાક હસવાનો રેકોર્ડ બન્યો

નવી દિલ્હી, તા.૧૭: દિલ્હીમાં ડો.હરીશ રાવતના નેતૃત્વમાં છ જણની ટીમે લગાતાર લગભગ દોઢ દિવસ સુધી હસ્યા કરીને અનોખો રેકોર્ડ બનાવ્યો છે. દિલ્હીના કોશાંબીમાં આવેલા એક કમ્યુનિટી સેન્ટરમાં ડો. હરીશ રાવતના નેતૃત્વમાં છ મિત્રોએ લાફટર મેરથોન કરી હતી. હસવાની આ ચેલેન્જ તેમણે ૩૦ જૂનની સવારે ૯.૩પ વાગ્યે શરૂ કરેલી અને પહેલી જૂલાઇની સાંજે ૯.૩૭ વાગ્યે મેરથોન પૂરી થઇ. આ પહેલાં સૌથી લાંબો સમય હસવાનો રેકોર્ડ ઇટલીના બે ભાઇઓના નામે હતો. તેમણે ૨૪ કલાક ૧૩ મિનિટ લાફટર મેરથોન કરી હતી. જોકે ડો.હરીશ રાવતના નેતૃત્વમાં અંકુર દીવાન, સ્નિગ્ધા બેનરજી, દીક્ષા સચાન, મધુ ગોયલ, રોહન મિશ્રા અને આકાશ પાંડે નામના છ યુવકોએ લગાતાર હસવાનું બીડું ઝડપ્યું હતું. આ ઇવેન્ટમાં છએ પાર્ટિસિપન્ટસે અટ્ટહાસ્યથી લઇને હળવું હાસ્ય ચહેરા પર બનાવી રાખવાનું હતું. દર ચાર કલાકે ટીમને પાંચ મિનિટનો બ્રેક આપવામાં આવતો હતો. આ આખીયે ઇવેન્ટનું ખાસ નિષ્ણાંતોની હાજરીમાં વિડિયો-રેકોર્ડિગ થયું હતું. જોકે ચહેરા પર બનાવી રાખવાનું હતું. દર ચાર કલાકે ટીમને પાંચ મિનિટનો બ્રેક આપવામાં આવતો હતો. આ આખીયે ઇવેન્ટનું ખાસ નિષ્ણાતોની હાજરીમાં વિડિયો-રેકોડિંગ થયું હતું. જોકે તાજેતરમાં ગિનેસ વર્લ્ડ રેકોર્ડસ તરફથી તેમને લોન્ગસ્ટ લાફટર મેરથોનનો રેકોર્ડ તોડયાનું સર્ટીફીકેટ મળ્યું હતું.

(4:10 pm IST)