Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

સબરીમાલા મંદિર ખુલતા પહેલા જ પ્રદર્શનકારીઓએ મહિલાઓને રોકતા ભારે તનાવ

બેઝ કેમ્પમાં પરત મોકલવામાં આવી : કોઈ મહિલાઓને રોકે નહિં : કેરલ સરકારઃ મંદિરની આજુબાજુ તનાવભર્યો માહોલ : સાંજે ૫:૩૦ વાગ્યે મંદિર ખુલશે

તિરૂવનંતપુરમ,તા.૧૭ : સબરીમાલા મંદિરમાં તમામ ઉમરની મહિલાઓને પ્રવેશની મંજુરી આપવાના સુપ્રીમ કોર્ટના આદેશ બાદથી મંદિરના દરવાજા આજે ખુલવા જઇ રહ્યાં છે જો કે આ પહેલા જ સબરમીમાલાના મુખ્ય પ્રવેશ દ્વાર માનવામાં આવતા નિલાકલમાં તનાવ વધી ગયો છે. ભકતોએ પ્રતિબંધિત ઉમ્રની મહિલાઓને લઇ મંદિરની તરફથી જનાર વાહનોને રોકી દીધા છે એ યાદ રહે કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ તમામ ઉમ્રવર્ગની મહિલાઓ માટે આ મંદિર પહેલીવાર આજથી ખોલવામાં આવી રહ્યું છે.

રહાડી પર આવેલ સબરીમાલા મંદિરથી લગભગ ૨૦ કિમી દુર આધાર શિબિર નિલાકલમાં પરંપરાગત સાડી પહેરી મહિલાઓના સમૂહને પ્રત્યેક વાહનોને રોકવામાં આવી શકાય છે.તેમાં વરિષ્ઠ નાગરિક પણ સામેલ છે ખાનગી વાહનો ઉપરાંત શ્રધ્ધાળુઓએ કેરલ રાજય પથ પરિવહન નિગમની બસો પણ રોકી અને તેમાંથી યુવતીઓને બહાર નિકળવા માટે કહ્યું જયારે આ રીતની ઘટના થઇ ત્યારે ત્યાં ખુબ ઓછી સંખ્યામાં પોલીસ તહેનાત હતી.

સબરીમાલામાં મહિલાઓના પ્રવેશને મંજુરી આપ્યા બાદ મચેલ વિવાદ પર કેરલના મુખ્યમંત્રીએ કહ્યું કે તે સુપ્રીમ કોર્ટના આદેશ ને માનશે.મુખ્યમંત્રી પિનરાઇ વિજયને કહ્યું અમે કોઇને કાનુન હાથમાં લેવાની મંજુરી આપીશું નહી ંસરકાર સબરીમાલા મંદિર જનાર ભકતોની સુવિધાઓનું ધ્યાન રાખશે  મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે સરકાર મામલામાં પુર્નવિચાર અરજી દાખલ કરશે નહીં  અમે કોર્ટમાં કહી ચુકયા  છીએ કે આદેશને લાગુ કરવામાં આવશે તેમણે કહ્યું હતું કે મહિલા૪ઓને રોકવા પર કાર્યવાહી કરવામાં આવશે. અમે તમામની સુરક્ષા સુનિશ્ચિત કરીશું કોઇને કાનુન હાથમાં લેવાની મંજુરી આપવામાં આવશે નહીં. મારી સરકાર સબરીમાલાના નામ પર કોઇ હિંસા થવા દેશે નહીંએ યાદ રહે કે આજે આ મંદિરના દરવાજા ખોલવામાં આવી રહ્યાં છે જેને લઇ સમગ્ર રાજયમાં તનાવ ઉભો થયો છે.(૩૭.૬)

(3:55 pm IST)