Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

રાહુલ ગાંધી વિદુષક યુવરાજ : જેટલી અરૂણ જેટલી વાતોડીયા બ્લોગર : કોંગ્રેસ

ચૂંટણી પ્રચાર રૂપે ભાજપા કોંગ્રેસની સામસામે આક્ષેપબાજી

નવી દિલ્હી, તા. ૧૭ :  ભાગેડુ કૌભાંડી નિરવ મોદીને મળ્યા હોવાના આરોપને નકારતા કેન્દ્રીય નાણાપ્રધાન અરૂણ જેટલી એ ફરી એકવાર કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી માટે વિદુષક યુવરાજ શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમણે રાફેલ સોદા સહિત અલગ અલગ મુદ્દાઓ પર પુછાયેલા સવાલોના જવાબ ન આપતા, રાહુલ ઉપર મનઘડત વાર્તાઓ બનાવવાનો આક્ષેપ કર્યો હતો. મોદી સરકાર વિરૂધ્ધના આક્ષેપો બાબતે જેટલીએ કહ્યું કે કોંગ્રેસ પ્રમુખ સતત ખોટુ બોલી રહ્યા છે.

જેટલીએ કહ્યું કે હું મારી જીંદગીમાં કયારેય નીરવ મોદીને નથી મળ્યો તો સંસદમાં તેની સાથે મારી મુલાકાતનો તો સવાલ જ નથી રહેતો. રાહુલ ગાંધી કહે છે. તે પ્રમાણે જો નિરવ સંસદમાં આવ્યો હોય તો રીસેપ્શનના રેકોર્ડમાંથી તેની માહિતી મળી જશે.

બીજી તરફ કોંગ્રેસે અરૂણ જેટલીને મંગળવારે વાતોડીયા બ્લોગર કહ્યા કોંગ્રેસે કહ્યું કે ભારતને એક નાણામંત્રીની જરૂર છે, વાતોડીયા બ્લોગરની નહીં કોંગ્રેસે રાફેલ ગોટાળા પર જેટલીને ૧૦ સવાલો અને એન.પી.એ. પર પાંચ સવાલો પુછયા છે અને તેના જવાબ માગ્યા છે. ફ્રાંસ સાથે લડાયક વિમાનોના સોદા પર હુમલો ચાલુ રાખતા કોંગ્રેસ જાણવા માંગે છે કે એસએએલને કોરાણે મુકીને મીત્ર ઉદ્યોગપતિને ૩૦,૦૦૦ કરોડનો લાભ કેમ અપાયો. ૧ર૬ને બદલે ૩૬ વિમાન શું કામ ખરીદાયા. વડાપ્રધાન રાફેલ મુદ્દે પોતાનું મૌન તોડે. (૯.૪)

(3:54 pm IST)