Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

લતા મંગેશકરે એક ગીતકારને આપી હતી મારી નાખવાની ધમકી, ફેલાવતો હતો બન્નેના સબંધો પર ખોટી અફવા

મુંબઇ તા ૧૭ : હાલ દેશમાં #MeToo ચળવળને લઇને એક જવાળા ભડકી ઉઠી છે. દરરોજ થતા ખુલાસાઓ પર હવે જાણવા મળ્યું છે કે લતા મંગેશકરે પણ વીતેલા જમાનામાં એકગીતકાર  નકશબ જાર્ચવીને મારી નાખવાની ધમકી આપી હતી. આ વિશે પુછવામાં આવતા લતા મંગેશકરે કહ્યું હતું કે '' સાવ એવું નહોતુ તે તો હવે જીવીત પણ નથી. તે મારી અને તેની વચ્ચે સબંધો હોવાની અફવા ફેલાવતો હતો જેમાં કોઇ વાસ્તવિકતા નહોતી. મે એનો વિરોધ કર્યો હતો. હું જયારે યુવાન હતી ત્યારે મને ખુબ ગુસ્સો આવતો હતો. મારી સાથે કોઇ દુર્વ્યવહાર કરે તો તેની ખેર ન રહે''.

#MeToo અભિયાનને સમર્થન આપતાં મહિલાઓને સન્માન આપવાની વાત કરતૉ લતા મંગેશકરે કહ્યું હતું કે'' હું માનું છું કે કામકાજી મહિલાઓને પુરતુ માનસન્માન અને સ્થાન જેની તે હકદાર છે એ મળવોં જોઇએ જો કોઇ તેની સાથે અણછાજતું વર્તન કરે તો તેને પાઠ ભણાવવો જોઇએ (૩.૧૧)

(3:52 pm IST)