Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

વર્જિનિટી ટેસ્ટનો ઇન્કાર કરતા યુવતીને ગરબામાં પ્રવેશતા અટકાવી

સમાજના રિવાજ મુજબ લગ્નની આગલી રાત્રે મહિલાનું કૌમાર્ય પરીક્ષણ કરવામાં આવે છે

પૂણે તા. ૧૭ : ભારતમાં સદીઓથી ચાલી આવી રહેલી અંધશ્રદ્ઘાઓની આજના આધુનિક સમાજ ઉપર મજબૂત પડકને પૂરવાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જયાં એક મહિલાને વર્જિનિટી ટેસ્ટ (કૌમાર્ય પરીક્ષણ)નો વિરોધ કરવા બદલ સમાજમાંથી બહિષ્કાર કરાયો છે. આ મામલો પુણેના પિંપરી ભાટનગર વિસ્તારમાં બન્યો હતો જયાં એક મહિલાને ગરબામાં ભાગ લેતા અટકાવવામાં આવી હતી. કારણ કે તેણે પોતાના સમુદાયના એ રિવાજનો વિરોધ કર્યો હતો જેમાં લગ્નની આગલી રાત્રે મહિલાઓનું કૌમાર્ય પરીક્ષણ કરવામાં આવે છે. 

પુણેની પિંપરી ભાટનગરમાં રેહતી એશ્વર્યાએ સમાજના આઠ વ્યકિતઓ પર તેનો બહિષ્કાર કરવાનો આરોપ મુકીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બધા જ આરોપીઓ જાટ પંચાયતના સભ્યો છે અને તેમણે મહિલાને સમુદાયમાંથી બહાલ કરવાનું ફરમાન કર્યો હતો.

પીડિતાની ફરિયાદ મુજબ સોમવારે રાત્રે પિંપરીમાં એક ગરબામાં ભાગ લેવા ગઇ હતી. જેને જાટ પંચાયત દ્વારા આયોજીત કરવામાં આવ્યો હતો. ગરબામાં પીડિતાના દાખલ થતાં જ કાર્યક્રમને બંધ કરીને વૃદ્ઘ દ્વારા ઘોષણા કરવામાં આવી હતી કે જયાં સુધી અમુક લોકો ગરબા કાર્યક્રમમાંથી બહાર નહી નિકળે ત્યાં સુધી ગરબા શરૂ કરવામાં આવશે નહી. પીડિતા મુજબ ત્યાં ચારસો લોકો હાજર હતા પરંતુ કોઇ પણ તેના સમર્થનમાં આવ્યું ન હતું. વૃદ્ઘની જાહેરાત બાદ એશ્વર્યા તેની માતા સાથે કાર્યક્રમમાંથી બહાર નિકળી ત્યારબાદ જ ગરબા શરૂ કરાયા હતા. પીડિતાનો આરોપ હતો કે આ બનાવથી સ્પષ્ટપણે જાહેર થાય છે કે સમુદાયે મારો બહિષ્કાર કર્યો છે. પોલીસે પણ આ મામલે ફરિયાદ નોંધીને મામલાની તપાસ હાથ ધરી છે.

(3:29 pm IST)