Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

મૈસૂરમાં દશેરા ઉત્સવમાં મહિલાઓ બને છે છેડતીનો શિકાર: 'Me Too' થકી વર્ણવી પીડા

મૈસુર દશેરા ઉત્સવ દરમિયાન ઘણી મહિલાઓ દ્વારા યૌન શોષણ અને છેડતીની ફરિયાદો કરાયા બાદ મૈસૂર પ્રશાસન ચોંકી ગયુ છે. ઘણી મહિલાઓએ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ફેસબુક, ટ્વિટર દ્વારા પોતાના ખરાબ અનુભવોને શેર કર્યા છે. તેમણે Me Too હેશ ટેગ સાથે પોતાની વાત કહી છે. ઓપન સ્ટ્રીય ફેસ્ટિવલ દરમિયાન છેડતીની વાત તેમણે સોશિયલ મીડિયા પર લખી છે.

   એક મહિલાએ લખ્યુ, 'આ ખૂબ જ ઘૃણાસ્પદ અને હેરાન કરનાર ક્ષણ હતી. અમુક યુવકો નશામાં ધૂત આવ્યા અને તે અમારી પાસે આવીને અમારા પર પડી રહ્યા હતા. એક યુવતીએ હટવા માટે બૂમ પાડી પરંતુ મૈસૂરના યુવકોએ તે યુવતીનું સમર્થન ના કર્યુ. આ ખૂબ જ શરમજનક છે

   મહિલાએ લખ્યુ, લોકો ભીડનો ફાયદો ઉઠાવી રહ્યા છે, ટચ કરી રહ્યા છે. ત્યારબાદ સોરી બોલે છે, તે જાણે છે કે તેમને દોશ નથી આપી શકાતો. એક મહિલાએ તો ત્યાં સુધી કહ્યુ કે વિદેશી પર્યટકો પણ આ છેડતીનો શિકાર બની. મહિલાએ કહ્યુ કે અમુક લોકો ભદ્દી કોમેન્ટ કરી રહ્યા હતા.

 મહિલાએ લખ્યુ, 'હું બે વિદેશી પર્યટકો સાથે હતી, એટલુ સારુ હતુ કે તે સમજી ના શકી કે તેમના પર શું કોમેન્ટ કરવામાં આવી રહી હતી. તેમને એમ કે મને કન્નડ નથી આવડતી

(1:16 pm IST)