Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

વર્લ્ડ રેકોર્ડ : ૪૮૦ મિનિટમાં ૯૭૨ લોકોના વાળ કાપ્યા

અહેમદનગર તા. ૧૭ : આજકાલ કોણ કયો વિશ્વ વિક્રમ કરે તે કહેવું મુશ્કેલ છે. અહેમદનગર જિલ્લાના બે વાળંદે મર્યાદિત સમયમાં સૌથી વધુ લોકોના વાળ કાપી વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે.

મનોજ શિંદે અને પૂનમ શિંદે નામની આ વાળંદ બેલડી એક ખાનગી બ્યુટી સલૂન ચલાવે છે. અહેમદનગરમાંના બાણેશ્વર વિદ્યાલયમાં સવારે મનોજ અને પૂનમે વાળ કાપવાની શરૂઆત કરી હતી અને કુલ આઠ કલાક (૪૮૦ મિનિટ)માં લગભગ ૯૭૨ સ્ત્રી અને પુરુષોના વાળ કાપ્યા હતાં. મનોજ અને પૂનમના આ વર્લ્ડ રેકોર્ડની નોંધ 'ગ્લોબલ રેકોર્ડ રિસર્ચ ફાઉન્ડેશન ઈન્ડિયા' ના વર્લ્ડ રેકોર્ડમાં કરવામાં આવી છે.

આ પહેલાં જળગાંવના વિજય નિકમ અને તેની પત્નીએ ૧૦ કલાકમાં ૬૯૧ લોકોના વાળ કાપી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, પરંતુ હવે મનોજ અને પૂનમ શિંદેએ આ વિક્રમ તોડી પોતાના નામે નવો રેકોર્ડ નોંધાવ્યો છે.(૨૧.૫)

 

(9:36 am IST)