Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

ટૂંક સમયમાં જ ઇ-વોલેટ્સ વચ્ચે થશે ટ્રાન્સફર

આરબીઆઇના આ પગલાથી ડિજિટલ પેમેન્ટ્સને વેગ મળશે

મુંબઇ તા. ૧૭ : હવે ટૂંક સમયમાં જ મોબાઈલ વોલેટ્સ જેવા પ્રી પેઈડ ઈન્સ્ટ્રુમેન્ટ્સ વચ્ચે મની ટ્રાન્સફર થઈ શકશે. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ મંગળવારે અંતિમ ગાઈડલાઈન્સ જાહેર કરી હતી. આરબીઆઈએ કહ્યું કે ડિજિટલ વોલેટ કંપનીઓ ઈચ્છે તો હવે સરકાર સમર્થિત પેમેન્ટ નેટવર્કનો પ્રયોગ કરી શકે છે. આ કારણોસર જે કંપનીઓ વચ્ચે પરસ્પર લેવડદેવડ થઈ શકશે.

આરબીઆઈના એક નોટિફિકેશન હેઠળ કેવાયસીનું પાલન કરનાર દરેક PPI વચ્ચે પરસ્પરને આ ત્રણ ચરણોમાં લાગુ કરવામાં આવશે.

૧. યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI)વાળા વોલેટ્સ વચ્ચે PPIs વચ્ચે પરસ્પર મની ટ્રાન્સફર

૨. UPI દ્વારા બેંક એકાઉન્ટ અને વોલેટ વચ્ચે પરસ્પર મની ટ્રાન્સફર

૩. કાર્ડ નેટવર્ક દ્વારા કાર્ડ્સ હેઠળ જાહેર કરાયેલા PPIs વચ્ચે મની ટ્રાન્સફર

પોતાના દિશા નિર્દેશોમાં આરબીઆઈએ કહ્યું કે PPIs વચ્ચે પરસ્પર UPI દ્વારા લાગુ થશે. આ ઉપરાંત પ્રી પેઈડ કાર્ડ્સને ઓથોરાઈઝડ કાર્ડ નેટવર્ક સાથે જોડવું પડશે. દેશમાં આશરે પચાસ કંપનીઓ પાસે પ્રી પેઈડ ઈન્સ્ટ્રુમેન્ટ્સ (PPI, ડિજિટલ વોલેટ)ના લાઈસન્સ છે. મોબાઈલ વોલેટ્સ વચ્ચે ટ્રાન્સફર માટે આરબીઆઈએ અત્યાર સુધીમાં કોઈ ન્યૂનતમ ચાર્જ લાગુ નથી કર્યાં. આથી માનવામાં આવી રહ્યું છે કે આરબીઆઈના આ પગલાથી ડિજિટલ પેમેન્ટ્સને વેગ મળશે.(૨૧.૫)

(9:35 am IST)