Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

ગરબાના તાલે અમેરિકન પોલીસ પણ ઝૂમી ઉઠી :ન્યુજર્સીનો વિડિઓ વાયરલ

ન્યૂ જર્સીઃ નવલા નોરતા શરૂ થયા તેના 6 દિવસ પૂર્ણ થઈ ગયા છે ત્યારે ખેલૈયાઓ ગરબાના તાલે ગરબાની રમઝમાટ બોલાવી રહ્યા છે. દેશ-વિદેશમાં ગરબા પ્રખ્યાત થયા છે. માત્ર ગુજરાતીઓ જ નહિ પણ ગરબાનો ચસ્કો આ વખતે અમેરિકન પોલીસને પણ લાગ્યો. હાલ ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો અમેરિકાના ન્યૂ જર્સી શહેરમાં રહેતા હેમંતભાઈ સુખડિયાએ શેર કર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે ન્યૂ જર્સીના રસ્તા પર ગુજરાતીઓ તો ગરબે રમી જ રહ્યા છે પણ તેમની સાથે અમેરિકાની પોલીસ પણ ઝૂમી ઉઠી હતી.

(12:00 am IST)