Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

ચૂંટણીપંચ દ્વારા લોકસભાની તૈયારીઓ શરૂ : M3 વર્ઝનના નવા યુનિટનો ચૂંટણીમાં કરાશે ઉપયોગ

રાજ્યના 13 જિલ્લાઓમાં ઇવીએમ પહોંચ્યા : 80300 જેટલા નવા બેલેટ યુનિટ

 

નવી દિલ્હી :આગામી લોકસભાની ચૂંટણી ઇવીએમની સાથે વીવીપેટથી યોજાવાની છે. ત્યારે ગુજરાતમાં પણ 67 હજાર જેટલા નવા કંટ્રોલ યુનિટ અને વીવીપેટ બેંગાલુરૂની કંપનીમાંથી આયાત કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે જે અંતર્ગત રાજ્યના 13 જિલ્લાઓમાં ઇવીએમ પણ પહોંચી ગયા છે.

80300 જેટલા નવા બેલેટ યુનિટનો ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવશે. સઘન સુરક્ષા વચ્ચે નાયબ કલેક્ટરની આગેવાનીમાં નવા વીવીપેટ મશીન લાવવામાં આવી રહ્યાં છે. આ વખતની લોકસભા ચૂંટણીમાં એમ-થ્રી વર્ઝનના નવા યુનિટનો ચૂંટણીમાં ઉપયોગ થશે.

30 ઓક્ટોબર સુધી તમામ જિલ્લામાં નવા યુનિટ્સ પહોંચી જશે. જ્યારે કે 15 નવેમ્બરથી નવા યુનિટનું ફર્સ્ટ લેવલ ચેકિંગ હાથ ધરવામાં આવશે. રાજકીય પક્ષો ઇવીએમમાં ચેડા થતા હોવાના આક્ષેપો અવારનવાર કરી રહ્યા છે. ત્યારે ચૂંટણીના નવા યુનિટના ચેકિંગ દરમ્યાન રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પણ હાજર રાખવામાં આવશે.

(12:00 am IST)