Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

દેશમાં 2030 સુધીમાં ભૂખમરો નાબૂદ કરવાના લક્ષ્યને હાંસલ કરવા સરકાર કટિબદ્ધ : કૃષિમંત્રી

 

નવી દિલ્હીઃ કૃષિ મંત્રી રાધા મોહન સિંહે કૃષિ ઉત્પાદન વધારવાનાં પ્રયાસો અંગે જણાવ્યું કે, સરકાર 2030 સુધી દેશમાંથી 'ભૂખમરો નાબૂદ' કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તબક્કાવાર કામ કરી રહી છે. સિંહની આ ટિપ્પણી કોંગ્રેસ દ્વારા ભારતમાં ભૂખની ગંભીર સમસ્યા અંગે સરકાર પર કરાયેલા પ્રહાર બાદ આવી છે. 

  અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આવેલા વૈશ્વિક ભૂખમરા સૂચકાંક-2018માં દુનિયાનાં 119 દેશમાં ભારતનું સ્થાન 103 છે. સિંહે વિશ્વ ખાદ્ય દિવસના પ્રસંગે આયોજિત બે દિવસના 'કૃષિ સ્ટાર્ટ-અપ અને ઉદ્યમિતા સંમેલન'માં જણાવ્યું કે, "વર્ષ 2030 સુધીમાં ભૂખમરાને સંપૂર્ણપણે નાબૂદ કરવો એક મોટું લક્ષ્ય છે."

 તેમણે જણાવ્યું કે,કૃષિ ઉત્પાદન અને ખાદ્ય સુરક્ષા વધારવાની દિશામાં સરકારે છેલ્લા સાડા ચાર વર્ષમાં મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે. ખાદ્યાન્નના ઉત્પાદનના ચોથા આગોતરા અનુમાન અનુસાર, ખેતી વર્ષ 2017-18 (જુલાઈ-જુન)માં ખાદ્યન્નનું ઉત્પાદન ક્રમશઃ 28 કરોડ 48 લાખ ટન અને બાગાયત ઉત્પાદન 30.7 કરોડ ટનના વિક્રમી સ્તરે પહોંચી જશે

 

(12:53 am IST)