Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

એશિયન પેરા ગેમ્સના વિજેતાઓ સાથે પીએમ નરેન્દ્રભાઈ મોદીએ કરી મુલાકાત

એશિયન પેરા ગેમ્સ-2018માં ભારતે 15 ગોલ્ડ સાથે કુલ 72 મેડલ જીત્યા હતા

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ એશિયન પેરા ગેમ્સ-2018માં મેડલ જીતનારા ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી.તેમણે જણાવ્યું કે, દેશને તમારા ઉપર ગર્વ છે. ઈન્ડોનેશિયામાં યોજાયેલા એશિયન પેરા ગેમ્સ-2018માં ઈતિહાસ રચીને ભારતે 15 ગોલ્ડ સાથે કુલ 72 મેડલ જીત્યા હતા.

  એશિયન પેરા ગેમ્સમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે જ ભારતે 2020માં યોજાનારા પેરાલિમ્પિક રમતોત્સવ માટે નવી આશાઓ જગાડી છે. ભારતે એશિયન પેરા ગેમ્સમાં 15 ગોલ્ડ, 24 સિલ્વર અને 33 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 72 મેડલ જીત્યા હતા અને મેડલ ટેલીમાં 9મું સ્થાન હાંસલ કર્યું હતું. 

  આ રમતોત્સવમાં ચીન 172 ગોલ્ડ, 88 સિલ્વર અને 59 બ્રોન્ઝ મેડલ સાથે મેડલ લિસ્ટમાં ટોચ પર રહ્યું હતું. દક્ષિણ કોરિયા (53 ગોલ્ડ, 45 સિલ્વર અને 47 બ્રોન્ઝ) સાથે બીજા અને ઈરાન (51 ગોલ્ડ, 42 સિલ્વર અને 43 બ્રોન્ઝ)સાથે ત્રીજા સ્થાને રહ્યું હતું. 

(12:46 am IST)
  • અંકલેશ્વરના સારંગપુર ગામના સરપંચ અને તલાટી 10 હજાર ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા :સરપંચ ગોપાલ વસાવા અને તલાટી દિનેશ પટેલ સારંગપુર ગામ પંચાયતમાં સ્ટ્રીટ લાઇનના બરોડાના સપ્લાયર પાસેથી બિલ પાસ કરવાના માગ્યા હતા10 હજાર:એસીબીએ છટકું ગોઠવી સરપંચ અને તલાટીને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી access_time 1:15 am IST

  • અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા દુર્ગા પૂજાને લઈ જાહેરનામું બહાર પડાયું: નદી કે તળાવમાં દુર્ગા માતાની મૂર્તિ પધરાવવા પર પ્રતિબંધ: જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે access_time 1:00 am IST

  • રાજ્યભરમાં સ્ટેટ GST વિભાગના દરોડા: અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, વલસાડ, મોરબી, દાહોદમાં પેટ્રોલ પંપ પર તપાસ: પંપના માલિકો વેરો ન ભરી ટેક્સ ચોરી કરતા હતા access_time 1:13 am IST