Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

યુ.એસ.માં કેલિફોર્નિયાના ઇરવિન શહેરમાં સીટી કાઉન્‍સીલર તરીકે ચૂંટણી લડી રહેલા એશિઅન અમેરિકન મહિલા સુશ્રી ફરાહખાનઃ ભારતીય પિતા અને પાકિસ્‍તાની માતાની પુત્રી સુશ્રી ફરાહખાન ૧૨ પ્રતિસ્‍પર્ધીઓ સામે ટકકર લઇ વિજેતા થવા આશાવાદી

કેલિફોર્નિયાઃ ભારતીય પિતા તથા પાકિસ્‍તાની માતાની યુ.એસ. સ્‍થિત પુત્રી સુશ્રી ફરાહખાનએ કેલિફોર્નિયાના ઇરવિન શહેરના સીટી કાઉન્‍સીલની ઓપન સીટ ઉપર ઉમેદવારી નોંધાવી છે.

પ્રજાના પ્રતિનિધિઓ પ્રજાની વેદનાને વાચા આપતા ન હોવાના કારણસર ઉમેદવારી નોંધાનાર સુશ્રી ફરારખાન જો ચૂંટાઇ આવશે તો તેઓ આ શહેરના સૌપ્રથમ એશિઅન અમેરિકન મહિલા સીટી કાઉન્‍સીલરનો વિક્રમ નોંધાવશે.

જો કે તેમણે ૧૨ પ્રતિસ્‍પર્ધીઓનો મુકાબલો કરવાનો છે. તેમ છતાં તેઓ નવેં.માં યોજાનારી ચૂંટણીમાં વિજયી થવા આશાવાદી હોવાનું જણાવે છે.

(9:31 pm IST)