Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

સરકારને મોટી સફળતા :વિદેશ ભાગેલો મોહમ્મદ યાહ્યાને ભારતમાં પાછો લવાયો

 નવી દિલ્હી :લોકો સાથે છેતરપિંડી કરીને વિદેશ ભાગી ગયેલા લોકો પર સરકાર કડક થઈ રહી છે. જે અંતર્ગત સરકારને એક મોટી સફળતા મળી છે.આજથી  9 વર્ષ પહેલાં કેટલીક બેંકો સાથે કૌભાંડ આચરી બહેરીન ભાગેલા શખ્શ મોહમ્મદ યાહ્યાને સીબીઆઈની ટીમ પકડીને ભારત લાવી છે. આ અપરાધી નીરવ મોદી, મેહુલ ચોક્સી અને વિજય માલ્યા જેવા કૌભાંડીઓની સરખામણીમાં ઘણો નાનો છે.

(12:00 am IST)