Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

ઇન્ફોસિસના નેટ પ્રોફિટમાં 10.3 ટકાનો વધારો : વચગાળાનું બોનસ જાહેર કરાયું

બેંગલુરૂ : આઇ.ટી.ક્ષેત્રે અગ્રણી ગણાતી તથા ભારતના બેંગલુરુમાં હેડ ક્વાર્ટર ધરાવતી ગ્લોબલ કંપની ઈન્ફોસિસએ 30 સપ્ટે.ના રોજ પુરા થતા બીજા ક્વાર્ટરમાં ગયા વર્ષની સરખામણીમાં નેટ પ્રોફિટમાં 10.3 ટકાનો વધારો નોંધાવ્યો છે.પરિણામે તેનો પ્રોફિટ 4110 કરોડ રૂપિયાને આંબી ગયો છે.કંપનીની રેવન્યુ આવકમાં પણ 17.3 ટકાનો વધારો નોંધાયો છે.કંપનીએ શેર દીઠ 7 રૂપિયા લેખે વચગાળાનું બોનસ જાહેર કર્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)