Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

ત્રીજી લહેરની આશંકા વચ્ચે મુંબઈમાં 70 થી 80 ટકા લોકોમાં એન્ટિબોડી : BMC ના સીરો સર્વેમાં ખુલાસો

જો કોઈ નવો વેરિયન્ટ સામે આવે છે તો સંક્રમણ વધુ ગંભીર થવાનું જોખમ બન્યું રહેશે.

મુંબઈ : દેશભરમાં જ્યાં કોરોના વાયરસની ત્રીજી લહેરનું જોખમ મંડરાઈ રહ્યું છે મુંબઈના સીરો સર્વેમાં રાહતના સમાચાર સામે આવ્યા છે. બૃહમુંબઈ મહાનગર પાલિકા (BMC) દ્વારા કરાવવામાં આવેલા સીરો સર્વેમાં સામે આવ્યું છે કે શહેરના 70-80 ટકા લોકોમાં કોરોના વાયરસ વિરુદ્ધ જરૂરી ઇમ્યુનિટી ઉપસ્થિત હોય શકે છે. આ અત્યાર સુધીનો પાંચમો સીરો સર્વે છે જે શુક્રવારે જાહેર કરવામાં આવશે

આ સર્વે મુજબ દેશની આર્થિક રાજધાનીમાં 70-80 ટકા લોકોમાં કોરોના વાયરસ વિરુદ્ધ લડવા માટે જરૂરી પ્રતિરોધક ક્ષમતા બની ચૂકી છે.

જોકે BMCના આધિકારીઓએ લોકોને ચેતવણી આપી કે જો કોઈ નવો વેરિયન્ટ સામે આવે છે તો સંક્રમણ વધુ ગંભીર થવાનું જોખમ બન્યું રહેશે. લોકોને સ્પષ્ટ રીતે કોરોના સંબંધિત નિયમોના પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ સીરો સર્વે માટે BMCએ 8000 સેમ્પલ એકત્ર કર્યા હતા. આ લોકોમાં વેક્સીનેશન કરાવી ચૂકેલા લોકોને પણ સામેલ કરવામાં આવ્યા હતા. અલગ અલગ ઉંમરના ગ્રૂપના લોકોના સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા.

ઑગસ્ટમાં કરવામાં આવેલા આ સીરો સર્વેમાં લેબ સિવાય ઘેર ઘેર જઈને પણ સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા. જો કોરોના વેક્સીનેશનની વાત કરીએ તો તેમાં મુંબઈના આંકડા શાનદાર છે. આંકડાઓ મુજબ શહેરમાં અત્યાર સુધી વેક્સીનેશનની યોગ્યતા રાખનારા બધા લોકોમાંથી લગભગ 82 ટકાને ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. BMCના અધિકારીઓએ કહ્યું કે આ આંકડો સૂચવવામાં આવેલા આંકડાઓ નજીક છે પરંતુ અમે તારણોને બરાબર કરી રહ્યા છીએ કેમ કે અમે ઈચ્છીએ છીએ કે તે વધુ સમાવેશી હોય.

અમે વેક્સીનેશન વિનાના લોકો સાથે જ વેક્સીનેશન કરાવી ચૂકેલા લોકોના નમૂના પણ સામેલ કરી રહ્યા છે. જોકે તેમાં નિશ્ચિત રૂપે બાળકોને છોડી દેવામાં આવ્યા હતા કેમ કે અમે પહેલા બાળ સીરો સર્વે કર્યો છે. અમે શુક્રવારે સાંજ સુધીમાં પાંચમો સીરો રિપોર્ટ જાહેર કરવા પર કામ કરી રહ્યા છીએ. પ્રયોગશાળામાંથી નમૂના લેવામાં આવ્યા છે અને આ રિપોર્ટ માટે ભૌતિક નમૂના પણ સંગ્રહ કરવામાં આવ્યા છે. આ પહેલા મે-જૂનમાં કરાવવામાં આવેલા સીરો સર્વેમાં સામે આવ્યું હતું કે શહેરના લગભગ 50 ટકા બાળકોમાં કોરોના વાયરસ પ્રત્યે એન્ટિબોડી મળી છે. આ પહેલા કોરોના વાયરસની બીજી લહેરમાં BMCના પ્રયાસો માટે કેન્દ્ર સરકાર તરફથી પણ વખાણ કરવામાં આવ્યા હતા. કોરોના વાયરસ વિરુદ્ધ મુંબઈ મોડલના વખાણ કરવામાં આવ્યા હતા.

(11:12 pm IST)