Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

દિલ્હીમાં સપ્ટેમ્બરના વરસાદનો દાયકાઓનો તૂટી શકે છે રેકોર્ડ

નવી દિલ્હી, તા. ૧૭ : સપ્ટેમ્બરમાં મોટા ભાગે ચોમાસુ વિદાયની તૈયારીઓમાં હોય છે. પણ આ વર્ષે તે દિલ્હીમાં ૭ દાયકાના રેકોર્ડ તોડવાની તૈયારીમાં છે. આ રેકોર્ડથી તે ફકત ૧૩.ર મીમી દૂર છે અને સપ્ટેમ્બરના રજુ ૧૪ દિવસ બાકી છે. હવામાન વિજ્ઞાનીઓનું પણ કહેવું છે કે આ રેકોર્ડ હવે ગમે ત્યારે તૂટી શકે તેમ છે. હવામાન ખાતાના આંકડાઓ મુજબ સપ્ટેમ્બરમાં વરસાદનો ઓલટાઇમ રેકોર્ડ ૧૯૪૪ માં ૪૧૭.૩ મીમીનો છે જયારે આ વરસે ગુરૂવારે સાંજે સાડા પાંચ વાગ્યા સુધીમાં આ મહિને ૪૦૪.૧ મીમી વરસાદ પડી ચુકયો છે, જે ૭૭ વર્ષોમાં સૌથી વધારે છે

ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના સીનીયર વૈજ્ઞાનિક ડોકટર આર.કે. જેનામણી જણાવે છે કે ૧૯૪૪ નો ઓલટાઇમ હાઇ રેકોર્ડ ૧ થી ૩૦ સપ્ટેમ્બર સુધીનો છે જયારે આ વર્ષે હજુ ૧૬ સપ્ટેમ્બર જ ગઇ છે અને રપ સપ્ટેમ્બર સુધી સતત વરસાદ થવાની આગાહી છે. એટલે સપ્ટેમ્બરના વારસાદનો ઓલટાઇમ રેકોર્ડ તૂટવાનું લગભગ નકકી છે અને તે ગમે તે દિવસે તૂટી શકે છે.

(3:08 pm IST)