Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

લિંકન પેરેન્ટેરલ અને લિંકન ફાર્માના જોડાણને મંજુરી આપી

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે

મુંબઇ, તા.૧૭: નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ, અમદાવાદ બેન્ચ, (NCLT) એ કંપનીઝ એકટ, ૨૦૧૩ની કલમો ૨૩૦ અને ૨૩૨ તથા અન્ય લાગુપાત્ર જોગવાઈઓ હેઠળ લિંકન પેરેન્ટેરલ લિમિટેડ અને લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના જોડાણની યોજનાને મંજૂરી આપી છે. આ જોડાણથી સંયુકત એકમની સંચાલન દક્ષતામાં સુમેળ વધશે અને સ્પર્ધાત્મક તાકાત, ખર્ચ અસરકારકતા અને ઉત્પાદકતામાં વધારો થશે.

યોજના મંજૂર કરવાનો આદેશ ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના   રોજ કરવામાં આવ્યો હતો અને ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના   રોજ માનનીય NCLT ની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યો હતો. યોજનાની નિયુકત તારીખ ૦૧ એપ્રિલ, ૨૦૧૯ છે. આ યોજના માનનીય NCLTના આદેશની પ્રમાણિત નકલ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, ગુજરાત સાથે ફાઇલ કરવા પર અસરકારક રહેશે.

લિંકન પેરેન્ટેરલ લિમિટેડ એ લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડની પેટાકંપની કંપની છે જે નાના પેરેન્ટરલ ઇન્જેકશન પ્રોડકટ્સના વ્યવસાય સાથે સંકળાયેલી છે. માર્ચ ૨૦૨૧માં પૂરા થયેલા વર્ષ માટે લિંકન પેરેન્ટેરલે રૂ. ૪૪.૬૪ કરોડનું ટર્નઓવર અને રૂ. ૧.૮૪ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. માર્ચ ૨૦૨૧ના રોજ લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ, લિંકન પેરેન્ટેરલ લિ.માં ૯૮.૫૮% ધરાવે છે.

(3:07 pm IST)