Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇમાં વિવિધતાનો સંગમ : કુશળ વહીવટકર્તા હોવા સાથે કવિ, લેખક તરીકે પણ આગવી ઓળખ

રાજકોટ : લોક લાડીલા નેતા અને ઉત્તમ વકતાઓની હરોળમાં સ્થાન મેળવનાર ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇમાં વિવિધતાનો સંગમ જોવા મળે છે. એકમાં અનેકતા જેવી તેમની પ્રતિભા ઉડીને આંખે વળે તેવી છે. કુશળ વહીવટકર્તા, કુશાગ્ર રાજનીતિજ્ઞ, કવિ, વાર્તાકાર, લેખક જેવી અનેક વિશેષતાઓ તેઓ ધરાવે છે. આમ વિવિધ ક્ષેત્રે તેમનું પ્રદાન રહ્યુ છે. તેઓએ ચોકકસ વિચારો સાથે તેમની ચિંતન સાધના દ્વારા કલમ પણ ચલાવી છે. ૨૫ વર્ષની ઉંમરે લોકશાહીને બચાવવા અલૌકિક રાષ્ટ્ર ભાવનાની છણાવટ, 'સંઘર્ષમાં ગુજરાત' અને 'સેતુબંધ', 'પત્રરૂપ ગુરૂજી', 'તપ વંદના', 'ગુરૂજી એક સ્વયંસેવક' તેમજ 'કેળવે તે કેળવણી', 'આચાર્ય ધર્મ', 'આંખ આ ધન્ય છે', 'જયોતિ પુંજ' વગેરે પુસ્તકો દ્વારા રાષ્ટ્રીય, રાજકીય, સામાજીક સમસ્યા, ઇતિહાસ, પરંપરા વગેરે મુલ્યો અને ઋષીતુલ્ય મહાપુરોષોને અનોખી અંજલી આપી પોતાની સરસ્વતી સાધનાના દર્શન કરાવ્યા છે. સાથે આર.એસ.એસ. ગુજરાત પ્રાંતના સંઘ અને સંઘ પરિવારની ગુજરાત પ્રાંતની ટીમ સાથે પણ તેમણે મોટુ પ્રદાન આપ્યુ છે. નરેન્દ્રભાઇ મોદીના સંઘ કાર્ય વખતના સ્મરણોના ફોટાઓ અહીં નજરે પડે છે. જેમાં (૧) પૂ. સરસંઘચાલક શ્રી સુદર્શનજી, ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલબિહારી બાજપેયી અને 'સેતુ બંધ' હિન્દીના પ્રકાશક અને લેખક શ્રી નરેન્દ્રભાઇ મોદી (૨) કેશવરાવ દેશમુખ, ડો. રાજેન્દ્ર શાહ, યાદવરાવ જોશી, વકીલ સાહેબ, નારાયણ ભંડારી અને નરેન્દ્રભાઇ મોદી (૩) સ્નેહ વર્ષાવતા ઋષિતુલ્ય મા. વકીલ સાહેબ અને નરેન્દ્રભાઇ મોદી (૪) મા. વકીલ સાહેબ, મધુભાઇ કુલકર્ણી અને નરેન્દ્રભાઇ મોદી (૫) ગૌતમભાઇ ભટ્ટ, લાલજીભાઇ પટેલ, મા. વકીલ સાહેબ,  અમૃતભાઇ કડીવાલા, પ્રવિણકાકા મણીઆર અને નરેન્દ્રભાઇ મોદી (૬) હરીશભાઇ રાવલ, શાંતિભાઇ ભટ્ટ, લાલજીભાઇ પટેલ, મા. વકીલ સાહેબ, કાશીનાથજી, અનંતરાયજી, નરેન્દ્રભાઇ મોદી અને મા.નટવરસિંહ બાપુ (૭) સોમનાથ ખાતે ગુજરાત પ્રાંત સંઘ કાર્યાલય ટોળી, બાબુભાઇ ઓઝા, મા. વકીલ સાહેબ, અમૃતભાઇ કડીવાલા, ગૌતમભાઇ ભટ્ટ, પ્રવિણકાકા મણીઆર, પ્રવિણભાઇ ઓતીયા, નટવરસિંહ વાઘેલા, નરેન્દ્રભાઇ મોદી (૮) નરેન્દ્રભાઇ મોદી સાથે એકનાથજી રાનડે એટલે કે કાશીનાથજી (૯) વસંતરાવ ચિપલોણકરની અંતિમ યાત્રા દ્રશ્યમાન થાય છે. (તસ્વીર - અહેવાલ : જયેશ સંઘાણી મો.૯૮૨૪૨ ૦૦૫૨૦)

(3:07 pm IST)