Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

ડુંગળી નિકાસ પર પ્રતિબંધ ખેડૂતો પર દબાવ વધારનારૂં મહાપાપ : મહારાષ્‍ટ્રના ડેપ્‍યુટી સીએમ અજિત પવાર

નવી દિલ્‍હી : મહારાષ્‍ટ્રના ઉપમુખ્‍યમંત્રી અજિત પવારએ કેન્‍દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબ઼ધ લાવવાના નિર્ણયને ખેડુત વિરોધી અને એના પર દબાણ વધારનાડુ મહાપાપ બતાવ્‍યું છે એમણે કહ્યું ડુંગળી ઉત્‍પાદક પહેલેથી જ કોવિડ-૧૯નો માર ઝીલી રહ્યો છે. જયારે મુખ્‍યમંત્રી કાર્યાલય એ બતાવ્‍યું છે કે મુખ્‍યમંત્રી ઉદ્ધવ ઠાકરે આ બારામાં કેન્‍દ્ર સરકારને પત્ર લખશે.

(11:20 pm IST)
  • કોરોના વાઇરસથી સંક્રમિત બીજેપી સાંસદ અશોક ગાસતિનું નિધન : હજુ બે મહિના પહેલા રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા : ગઈકાલ બુધવારે તિરુપત્તીના લોકસભાના સાંસદ બલ્લી દુર્ગાપ્રસાદ રાવનું કોરોના વાઇરસને કારણે અવસાનથયું : આજ ગુરુવારે બીજા સાંસદનો કોરોના વાયરસે ભોગ લીધો : 2 દિવસમાં 2 સાંસદની ચિર વિદાય access_time 6:23 pm IST

  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST

  • શું રેંટિયો કાંતવાથી અંગ્રેજો ભાગી જવાના હતાં ? : થાળી વગાડવાથી કોરોના ભાગી ન જાય તેવું કહેનારા લોકોને ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદીનો વેધક સવાલ : જે રીતે ગાંધીજીએ આઝાદીના પ્રતીક તરીકે ચરખાને સ્થાન આપ્યું હતું તે રીતે મોદીજીએ સામાજિક ચેતના જાગૃત કરાવવા થાળી વેલણ વગાડવાનું કહ્યું હતું : પાર્લામેન્ટમાં સામસામી આક્ષેપબાજી access_time 11:10 am IST