Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન રાજ્યમંત્રી પ્રહલાદ સિંહ પટેલ કોરોના સંક્રમિત: ટવીટ કરીને આપી જાણકારી

કહ્યું જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ સાવચેતી રાખે

નવી દિલ્હી : મોદી સરકારના વધુ એક કેન્દ્રીય મંત્રી કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન રાજ્યમંત્રી પ્રહલાદ સિંહ પટેલ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મંત્રીએ ખૂદ આ અંગે જાણકારી આપતા ટ્વિટ કરી કે, "ગઈકાલે રાત્રે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ સાવચેતી રાખે. "

 અત્રે ઉલ્લેખનીય છે કે, મોદી સરકારમાં સામેલ અનેક મંત્રીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાં અમિતભાઈ  શાહ, ધર્મેન્દ્ર પ્રધાન, ગજેન્દ્ર સિંહ શેખાવત, શ્રીપદ નાઈક અને સુરેશ અંગડી સામેલ છે.

(1:14 pm IST)
  • પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત પાંચમા દિવસે ઘટાડો : પેટ્રોલમાં 25 પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે 38 પૈસાનો ઘટાડો : નવો ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે. access_time 11:34 pm IST

  • કાલાવાડ પંથકમાં પોલીસને સાંકળતા જુુના વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા જામનગરથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના આદેશો અપાયા છે. આ અંગે સતાવાર વિગતો મેળવાઇ રહી છે. access_time 3:39 pm IST

  • જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના નેતા નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારજનોને કોરોના : કેએસપીસીના પ્રમુખ મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટ્યુટના વાઈસ ચેરમેન અને દેશના જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના પ્રાતસહઃ વ્યવસ્થા પ્રમુખ નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારને કોરોના પોઝીટીવ : ચિંતાની લાગણી access_time 11:19 am IST