Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

વ્હાઇટ હાઉસના અનેક સ્ટાફને કોરોના પોઝીટીવ થયાનો ધડાકો

જો કે કોઇ વિગતો બહાર પાડવામાં આવી નથી

વોશીંગ્ટન તા. ૧૭: યુએઇ, બહેરીને ઇઝરાયલ સાથે સમજુતી કર્યાના એક દિવસ બાદ વ્હાઇટ હાઉસના અનેક કર્મચારીઓને કોરોના પોઝીટીવ થયાનું બહાર આવ્યું છે.

કેટલા અને કયા સ્તરના સ્ટાફને કોરોના પોઝીટીવ આવ્યો છે તેની વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી એ પણ જાહેર નથી કરાયું કે આ સ્ટાફ એ ઐતિહાસિક પ્રસંગે હાજર હતો કે નહિં.

જો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ પુષ્ટી કરી છે કે કેટલાક સ્ટાફને કોરોના પોઝીટીવ આવ્યો છે.

સત્તાવાર વર્તુળોએ વધુ વિગતો આપવાનો ઇન્કાર કર્યો હતો કે પર્સનલ મેડિકલ ઇન્ફોર્મેશન જાહેર કરી ન શકાય.

(1:00 pm IST)