Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

૧૦ દિ'માં ત્રણ ગણા વધ્યા ગંભીર દર્દીઓ

રાજયોમાં ઓકસીજનની ડિમાન્ડ ત્રણથી ચાર ગણી વધી

નવી દિલ્હી તા. ૧૭: દેશમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે ગંભીર દર્દીઓની સંખ્યામાં પણ ઝડપભેર વધારો થઇ રહ્યો છે. કેટલાય રાજયોમાં છેલ્લા દસ દિવસોમાં આવા દર્દીઓની સંખ્યા ત્રણ ગણાં સુધી વધી ગઇ છે. વધતા ગંભીર રોગીઓના કારણે રાજયોમાં ઓકસીજન સીલીન્ડરની ખપતમાં ત્રણથી ચાર ગણો વધારો થયો છે.

જો ૬ સપ્ટેમ્બરથી ૧૬ સપ્ટેમ્બર સુધીના આંકડાઓ પર નજર નાખીએ તો દિલ્હીમાં ૪૧ ટકા, ઉતરાખંડમાં ત્રણ ગણા અને અઢી ગણા ગંભીર દર્દીઓની સંખ્યા વધી છે. જયારે હરિયાણા અને ઝારખંડમાં પણ ગંભીર કેસોમાં ઘણો બધો ઉછાળો આવ્યો છે.

ગુડગાંવમાં ર૦ દિવસ ગંભીર દર્દીઓની સંખ્યા બમણી થઇ છે તો ફરીદાબાદમાં પણ આવા દર્દીઓ બમણા થઇ ગયા છે. દિલ્હીની હોસ્પીટલોમાં ૬ સપ્ટેમ્બરે ૧૧૪૮ ગંભીર દર્દીઓ દાખલ હતા અને ૧૬ સપ્ટેમ્બર સુધીમાં તેમાં ૪૭૩ નો વધારો થયો હતો. ૧પ દિવસોમાં નોઇડાની હોસ્પીટલોમાં આઇસીયુ દર્દીઓ બમણા થયા છે.

દિલ્હીમાં ગંભીર દર્દીઓની સંખ્યા વધવાથી ઓકસીજનની માંગ બમણી થઇ ગઇ છે. ગાઝીયાબાદમાં સીલીંડરની માંગ વધવાથી રિફીલ કરાવવાના ભાવ બમણા સુધી મોંઘા થઇ ગયા છે તો ગુડગાંવમાં પણ માંગમાં ઝડપી વધારો નોંધાયો છે.

(12:57 pm IST)