Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ

CBIની ખાસ કોર્ટે અરૂણ શૌરી સહિત ૫ સામે FRI નોંધવાનો આદેશ

નવી દિલ્હી,તા.૧૭ : ઉદયપુરના લક્ષ્મી વિલાસ હોટલને સસ્તી કિંમતે વેચવા બદલ FIR નોંધવા આદેશ આપવામાં આવ્યા છે. CBI કોર્ટે અરૂણ શૌરી સામે કેસ દાખલ કરવા આદેશ કર્યો છે. પૂર્વ મંત્રી અરૂણ શૌરી સહિત ૫ લોકો સામે જ્ત્ય્ નોંધાશે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ શૌરીની વિરુદ્ઘ એફઆઈઆરના આદેશ આપવામાં આવ્યા છે. સ્પેશિયલ સીબીઆઈ કોર્ટના જજ પીકે શર્માના માધ્યમથી ભ્રષ્ટાચાર અને છેતરપિંડીના મામલામાં અરૂણ શૌરીની વિરુદ્ઘ એફઆઈઆર દાખલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

વર્ષ ૨૦૦૨માં અરૂણ શૌરી કેન્દ્રિય મંત્રી હતા ત્યારે ૭.૫૦ કરોડમાં હોટલને વેચી હતી.  અરૂણ શૌરીએ લલિત ગ્રુપને સાડા ૭ કરોડમાં લક્ષ્મી વિલાસ હોટલ વેચી હતી. જેને પગલે   CBI કોર્ટે અરૂણ શૌરી સામે કેસ દાખલ કરવા આદેશ કર્યો છે.

ઉદેપુરમાં આવેલી લક્ષ્મી વિલાસ હોટલની કિંમત ૨૫૨ કરોડથી પણ વધુ છે. CBIએ કેસમાં કોર્ટમાં કલોઝર રિપોર્ટ રજૂ કર્યો હતો. જો કે CBI કોર્ટે કલોઝર રિપોર્ટ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે.

જોધપુર CBI કોર્ટે હોટલની હાલની સ્થિતિની સમીક્ષા કરવા આદેશ કર્યો છે. હાલ લક્ષ્મી વિલાસ હોટલનું સંચાલન ITDCને સોપવામાં આવશે. ૨૦૦૨માં લક્ષ્મી વિલાસ હોટલમાં પુનઃરોકાણને કારણે વાજપેયી સરકારનો વિરોધ પણ થયો હતો. જોકે આ હોટેલ સસ્તામાં વેચાઈ હોવાના વિવાદ પર  પૂર્વ મંત્રી અરૂણ શૌરી સહિત ૫ લોકો સામે  FIR નોંધાશે.

(11:16 am IST)
  • કોરોના વાઇરસથી સંક્રમિત બીજેપી સાંસદ અશોક ગાસતિનું નિધન : હજુ બે મહિના પહેલા રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા : ગઈકાલ બુધવારે તિરુપત્તીના લોકસભાના સાંસદ બલ્લી દુર્ગાપ્રસાદ રાવનું કોરોના વાઇરસને કારણે અવસાનથયું : આજ ગુરુવારે બીજા સાંસદનો કોરોના વાયરસે ભોગ લીધો : 2 દિવસમાં 2 સાંસદની ચિર વિદાય access_time 6:23 pm IST

  • અમિતભાઈ સ્વસ્થ: એઈમ્સમાંથી : રજા આપવામાં આવી : ગૃહ મંત્રી અમિતભાઈ શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. તેમને રૂટીન ચેક-અપ માટે 13 સપ્ટેમ્બરે એઇમ્સમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. access_time 7:30 pm IST

  • જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના નેતા નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારજનોને કોરોના : કેએસપીસીના પ્રમુખ મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટ્યુટના વાઈસ ચેરમેન અને દેશના જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના પ્રાતસહઃ વ્યવસ્થા પ્રમુખ નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારને કોરોના પોઝીટીવ : ચિંતાની લાગણી access_time 11:19 am IST