Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

ટ્રમ્પ સરકારની યોજના

તમામ અમેરિકનોને વિનામુલ્યે આપવી વેકસીન

વોશિંગ્ટન તા. ૧૭ :.. અમેરિકામાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે રાહતના એક સમાચાર છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને કોવિંડ-૧૯ ની રસી અંગે પોતાની યોજનાનો ખુલાસો કરવાની સાથે તેના પર કામ પણ શરૂ કરી દીધું છે. તેના હેઠળ દેશના દરેક નાગરિક કોરોનાની રસી મફત મળશે.

ખાસ વાત એ છે કે રસીનું વિતરણ જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં થવાની વાત આ યોજનામાં કહેવાઇ છે. અમેરિકાના આરોગ્ય અને માનવ સેવા વિભાગ અને રક્ષા વિભાગે સંયુકત રૂપે ગઇકાલે આ યોજના સાથે સંકળાયેલા બે દસ્તાવેજો બહાર પાડયા છે. તેમાં કોરોના વાયરસ મહામારી વચ્ચે ટ્રમ્પ પ્રશાસનની રસી વિતરણ રણનીતિને રેખાંકિત કરવામાં આવી છે.

એચએચએસ સચિવ એલક્ષ અજારે કહયું કે અમે બીજા રાજયો અને સ્થાનિક આરોગ્ય વિભાગો સાથે પણ કામ કરી રહ્યા છીએ જેથી અમેરિકામાં દરેકને રસી મળી શકે. અમેરિકન લોકોને ખબર હોવી જોઇએ.

આ સ્ટેટમેન્ટ બહાર પડયા પછી પ્રાથમિક માહિતીથી જાણવા મળ્યું છે કે હજુ સીમિત પ્રમાણમાં જ રસી ઉપલબ્ધ છે અને સરકારનું સંપૂર્ણ ફોકસ આરોગ્ય કર્મીઓ, આવશ્યક સેવાઓમાં લાગેલા અન્ય કર્મચારીઓ અને વંચિતોની સુરક્ષા પર છે.

રસીના વિતરણમાં પેન્ટાગોન પણ સક્રિય પણે સામેલ થશે. નાગરિક આરોગ્ય કર્મીઓ જ રસી લગાવશે. અજારે પોતાના બયાનમાં કહયું કે ઓપરેશન વાર્પ સ્પીડ હેઠળ અમે મહિનાઓથી કામ કરી રહ્યા છીએ જેથી લોકોને કોરોના રસીનો અસરકારક ટીકા ઉપલબ્ધ કરાવી શકાય જે તમામ માપદંડો પર ખરો ઉતરે.

(11:15 am IST)