Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

ચૂંટણી આયોગએ બિહારના ૧ર રાજનીતિક દળોના બદલ્યા ચૂંટણી ચિન્હઃ માંઝીની હમ પણ શામેલ

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં ચૂંટણી આયોગએ ૧ર રાજનીતિક પાર્ટીયોના ચૂંટણી ચિન્હ બદલી નાખ્યા છે ચૂંટણી આયોગએ પપ્પુ યાદવની જન અધિકાર પાર્ટી (જાપ)નું ચૂંટણી ચિન્હ હોકી ને બદલી કેંચી (કાતર) કરી નાખ્યું જયારે જીતન રામ માંઝીની હિન્દુસ્તાની અવામ મોર્ચા (હમ) પાર્ટીને ટેલિફોનની જગ્યાએ પેન (કડાઇ) ચૂંટણી ચિન્હ આપ્યું છે. લોકતાંત્રિક જનસ્વરાજય પાર્ટીને કેરમબોર્ડ ચૂંટણી ચિન્હ મળ્યું છે.

(12:00 am IST)
  • અયોધ્યામાં નિર્માણ થઇ રહેલી મસ્જિદનું નામ ' બાબરી મસ્જિદ ' નહીં હોય : મસ્જિદને કોઈ નામ હોતા નથી : લોકો તેને જામા મસ્જિદ કે બાબરી મસ્જિદ તેવા નામ આપે છે : નવી નિર્માણ પામનારી મસ્જિદમાં હોસ્પિટલ ,લાયબ્રેરી ,પ્રદર્શન ,સહીત જુદા જુદા વિભાગો પણ તૈયાર કરાશે : મસ્જિદના આર્કીટેક પ્રોફેસર ડો.સૈયદ મોહમ્મદ અખ્તર access_time 12:05 pm IST

  • દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 70 વર્ષના થયા છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટી PM મોદીના જન્મદિવસને 'સેવા સપ્તાહ' તરીકે મનાવી રહી છે. આ સાથે જ દિગ્ગજ નેતાઓ દ્વારા PM મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઇને ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય મોટા નેતાઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. access_time 9:17 am IST

  • રસ્તો ક્રોસ કરી રહેલા ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રતાપ સિંહને વાહને અડફેટે લઇ લીધા : ચા પીવા ઉભા રહ્યા બાદ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે જઈ રહેલા વાહને ટક્કર મારી દીધી : ગંભીર હાલતમાં લખનૌ હોસ્પિટલમાં દાખલ access_time 8:37 pm IST