Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન સુશ્રી કમલા હેરિસના પ્રચાર માટે હિલેરી ક્લિન્ટન મેદાનમાં : અમેરિકાના હોલીવુડ કલાકારો એમી પોહલર તથા માયા રુડોલ્ફ પણ ફંડ રેઇઝિંગ પ્રોગ્રામમાં જોડાયા

કેલિફોર્નિયા : અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન મહિલા સેનેટર સુશ્રી કમલા હેરિસના પ્રચારે જોર પકડ્યું છે.તેમના માટે યોજાઈ રહેલા ફંડ રેઇઝિંગ પ્રોગ્રામમાં ડેમોક્રેટિક પાર્ટીના ગઈ ટર્મના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર તથા પૂર્વ સેક્રેટરી ઓફ સ્ટેટ હિલેરી ક્લિન્ટન ,તેમજ  હોલીવુડ કલાકારો એમી પોહલર તથા  માયા રુડોલ્ફ પણ જોડાયા હતા.
ફંડ રેઇઝિંગ પ્રોગ્રામ દરમિયાન બંને હોલીવુડ કલાકારોએ ' સેટરડે નાઈટ ' કોમેડી લાઈવ શોનું નિદર્શન કરાવ્યું હતું.આ ફંડ રેઇઝિંગ પ્રોગ્રામ 1 લાખ જેટલા દર્શકોએ નિહાળ્યો હતો.તથા 6 મિલિયન ડોલરનું ફંડ ડેમોક્રેટિક ઉમેદવારો જો બિડન અને સુશ્રી કમલા હેરિસ માટે ભેગું થઇ ગયું હતું.ભારતીય મૂળના નાગરિકોએ આપેલા ફંડની સરેરાશ 30 ડોલર જેટલી હતી.
ઉલ્લેખનીય છે કે બિડન હેરિસ કમપેન દ્વારા ઓગસ્ટ માસમાં 354 મિલિયન   ડોલરનું ફંડ ભેગું થયું હતું જયારે ડોનાલ્ડ ટ્રમ્પના કમપેન માટે 210  મિલિયન ડોલર ભેગા થયા  હતા.

(7:28 pm IST)