Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

મહારાષ્ટ્રના સીએમ ફડણવીશના પત્નીએ પીએમ મોદીને રાષ્ટ્રપિતા કહેતા વિવાદ:ટ્વીટર પર ટ્રોલ

અમૃતા ફડણવિશે લખ્યું લખ્યું કે આપણા દેશના પિતા નરેન્દ્ર મોદીને જન્મદિવસની ખૂબ શુભેચ્છા

 

મુંબઈ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદીવસ પર ભાજપના નેતા કાર્યકર્તાઓ સાથે આખા દેશમાં મોદીના જન્મદીવસને લઈને ઉત્સાહ હતો. નેતા-કાર્યકર્તાએ મોદીનો જન્મદિવસ મનાવવા મહેનત કરી હતી. પરંતુ ઉત્સાહ કેટલાંક લોકોને ભારે પડ્યો છે. અતિ ઉત્સાહની શિકાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતી ફડણવીસ થઈ ગઈ છે.

અમૃતાએ ટ્વિટર પર પ્રધાનમંત્રી મોદીને તેમના જન્મદીવસની બધાઈ આપી હતી પરંતુ બધાઈ આપવાના ઉત્સાહમાં તેમણે પીએમ મોદીને રાષ્ટ્રપિતા જણાવી દીધા. તેમણે લખ્યું કે આપણા દેશના પિતા નરેન્દ્ર મોદીને જન્મદિવસની ખૂબ શુભેચ્છા, જેમણે સમાજના વિકાસ માટે અમને સતત કામ કરવાની પ્રેરણા આપી. ટ્વિટ બાદ અમૃતા સતત ટ્વિટર પર ટ્રોલ થઈ રહી હતી

ટ્વીટને લઈને સોશિયલ મીડિયા વિપક્ષી દળો અને ભાજપા વિરોધીઓએ અમૃતાને ખૂબ ટ્રોલ કરી અને તેને ચાપલુસીનું સૌથી મોટુ ઉદાહરણ કહ્યું. ત્યાં કેટલાંય લોકોએ કહ્યું કે મહાત્મા ગાંધીની જગ્યા પર નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપિતા જણાવવુ શરમજનક છે. ચાલો જોઈએ કે અમૃતાના ટ્વિટનો જવાબ લોકોએ કેવો આપ્યો છે.

(12:27 am IST)