Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ટ્રમ્પ સાફ સંકેત આપી રહ્યા છે કે તે મોદીને દોસ્ત માને છે : યૂએસમાં પૂર્વ પાક રાજદૂતની ટિપ્પણી

         અમેરિકામાં પૂર્વ પાકિસ્તાની રાજદૂત હુસેન હકકાનીના જણાવ્યા મુજબ હયુસ્ટન રેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સામેલ હોવાનો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો નિર્ણય દેખાડે છે કે ટ્રમ્પ મોદીને પોતાના મીત્ર માને છે.

         હકકાનીએ કહ્યું ટ્રમ્પ સાફ સંકેત આપી રહ્યા છે કે ભલે એમણે (પાકીસ્તાની ) પ્રધાનમંત્રી ઇમરાન ખાનની મહેમાનગતિ માણી પણ તે મોદીને મિત્ર માને છે.

(11:46 pm IST)