Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

કર્ણાટકમાં ભાજપના દલિત સાંસદને ગામમાં પ્રવેશ કરતા અટકાવાયા: ગોલા સમુદાયના લોકોએ રોક્યા

સાંસદ નારાયણસ્વામીએ ગામનો કોઈ વિરોધ કર્યો નથી : તપાસ શરૂ

 

કર્ણાટકના ચિત્રદુર્ગથી ભાજપના સાંસદ નારાયણસ્વામીને દલિત સમુદાયના  હોવાના કારણે પોતાના સંસદીય ક્ષેત્રના એક ગામના લોકો દ્વારા તેમને પ્રવેશ કરતા અટકાવ્યા હતા  જેને કારણે તેમને ગામની બહારથી પરત ફરવાની ફરજ પડી હતી. નારાયણસ્વામી ત્યાંના કેટલાક ડૉક્ટરો અને એક ફાર્મા કંપનીના અધિકારીઓ સાથે મુલાકાત કરવા ગયા હતા. ઘટના તુમકુર જિલ્લાના પાવગાડા તાલુકામાં બની હતી

  નારાયણસ્વામી જ્યારે ગોલારહટ્ટી ગામમાં જવા લાગ્યા તો ગોલા સમુદાયના લોકો દ્વારા તેમને બહાર રોકી દેવામાં આવ્યા હતા. જે બાદ તેમને પરત ફરી જવાનું કહ્યું હતું. તેમનું કહેવું છે કે, ત્યાં દલિત અને નીચી જાતના લોકોને ગામમાં અંદર પ્રવેશ કરવાની મંજૂરી નથી. ગોલોરહટ્ટી ગામમાં અન્ય પછાત વર્ગના લોકો રહે છે અને પોતાના ગામમાં દલિતોનો પ્રવેશ કરવા દેતા નથી.

  ગોલા સમુદાયના લોકોએ સાંસદને જણાવ્યું કે, અત્યાર સુધી કોઈ પણ દલિત ગામમાં નથી જઈ શક્યું અને આગળ પણ નહી જઈ શકે. સમુદાયના લોકો સાથે વાતચીત કર્યા બાદ સાંસદ નારાયણસ્વામી પોતાની કારમાં ફરત ફર્યા હતા. જો કે, તેમણે ગામના લોકોની ભાવનાનો કોઈ વિરોધ કર્યો નથી.

   અંગે જિલ્લાના એસ.પીએ જણાવ્યું કે, પોલીસ મામલાની તપાસ કરી રહી છે. હજૂ સુધી સ્પષ્ટ નથી થયું કે, સાંસદને કોણે રોક્યા હતા. અમે તેવા લોકોની તપાસ કરી રહ્યા છીએ. સ્થાનિક પોલીસ ઈન્સ્પેક્ટર સાથે રિપોર્ટ માંગ્યો છે. મને ખાલી એટલું જાણવા મળ્યું છે કે, બીજી જાતિના હોવાના કારણે તેને ગામમાં પ્રવેશ કરવામાં આવ્યો નથી.

 કર્ણાટકના ઉપમુખ્યમંત્રી સીએન અસ્વથ નારાયણે ઘટનાની નિંદા કરી છે. તેમણે જણાવ્યું કે, જો સાંસદને ગોલારહટ્ટીમાં પ્રવેશ કરતા રોકવામાં આવ્યા છે, તો હું ઘટનાની નિંદ કરૂ છું. આના પર કાર્યવાહી થશે. આપણે બધા એક છીએ. કોઈ ભેદભાવ ના થવો જોઈએ. આપણા બધા લોકોના શરીરમાં એક લોહી વહી રહ્યું છે.

(9:48 pm IST)