Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

કેન્દ્રીય સંરક્ષણ મંત્રીરાજનાથસિંહ ૧૯મીએ તેજસમાં ઉંડાણ ભરવા સંપૂર્ણ સુસજ્જ

કર્ણાટકના પાટનગર બેંગ્લોરમાં ઉંડાણ ભરશે : તેજસ વિમાનમાં અનેક પ્રકારની વિશેષતાઓ : ગયા વર્ષમાં ૫૦૦૦૦ કરોડમાં ૮૩ તેજસ ખરીદવાનો ઓર્ડર અપાયો

બેંગ્લોર,તા.૧૭ : કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સ્વદેશી હળવા યુદ્ધવિમાનમાં ઉંડાણ ભરનાર છે. રાજનાથસિંહ આ ઉંડાણ ૧૯મી સપ્ટેમ્બરના દિવસે કર્ણાટકના પાટનગર બેંગ્લોરમાં ભરનાર છે. ગયા શુક્રવારના દિવસે તેજસે સફળરીતે ઉતરાણ કરવામાં સફળતા હાંસલ કરી હતી. આ ઉતરાણ દરમિયાન નીચેથી સ્થાપિત કરવામાં આવેલા તારની મદદથી વિમાનની ગતિ ઓછી કરવામાં આવે છે. આ રીતે તેજસે વિમાનને લઇને અનેક પ્રકારની સફળતાઓ હાંસલ કરેલી છે. હવાઈ દળ પહેલાથી જ તેજસ વિમાનોની એક ટુકડી પોતાના કાફલામાં સામેલ કરી ચુકી છે. ગયા વર્ષે હવાઈ દળે ૫૦૦૦૦ કરોડ રૂપિયાની કિંમતના ૮૩ વધુ તેજસ વિમાનોની ખરીદી માટે એચએએલને અપીલ પ્રસ્તાવ મોકલીને વાત કરી હતી. તેજસની સ્પીડ એ વખતે ૨૪૪ કિલોમીટર પ્રતિકલાકની હતી.

            માત્ર બે સેકન્ડમાં તેને ઝીરો કરીને ઉતરાણ કરવામાં સફળતા મળી હતી. સ્વદેશી ટેકનિકથી વિકસિત કરવામાં આવેલા ભારતના આ હળવા યુદ્ધ વિમાનના અરેસ્ટેડ લેન્ડિંગ સાથે જોડાયેલા લશ્કરી અધિકારીઓએ કહ્યું છે કે, આ સફળ પરીક્ષણથી ભારત એવા પસંદગીના દેશોમાં સામેલ છે જે યુદ્ધ જહાજ પર ઉતરવામાં સક્ષમ જેટ વિમાનના ડિઝાઈન તૈયાર કરવામાં આવી ચુકી છે. ભારતીય હવાઈ દળની તાકાતમાં અનેકગણો વધારો થઇ ચુક્યો છે. સંરક્ષણ અનુસંધાન અને વિકાસ સંગઠન ડીઆરડીઓ એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના એરક્રાફ્ટ રિસર્ચ એન્ડ ડિઝાઈન સેન્ટર તેમજ સીએસઆઈઆરની સાથે મળીને તેજસના આ વિમાનોને વિકસિત કરવામાં સફળતા મેળવી છે. શરૂઆતમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને ૪૦ તેજસ વિમાનો માટે ઓર્ડર આપવામાં આવ્યો હતો. ગયા વર્ષે ૮૩ બીજા તેજસ વિમાનોની ખરીદી માટે ઓર્ડર અપાયો હતો.

(8:43 pm IST)