Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ક્રૂડની કિંમતમાં જોરદાર તેજી સહિતના પરિબળોથી કડાકો

ચીનના નબળા આર્થિક આંકડાની પણ અસર દેખાઈ : શેરબજારમાં ચીની આંકડાની અસરની વચ્ચે અફડાતફડી

મુંબઈ, તા. ૧૭ : સાઉદી અરેબિયાના તેલ પ્લાન્ટ ઉપર કરવામાં આવેલા ડ્રોન હુમલા બાદથી ક્રૂડ ઓઇલની કિંમતમાં જોરદાર વધારો થઇ રહ્યો છે જેના પરિણામ સ્વરુપે શેરબજારમાં કડાકો બોલી ગયો છે. આ ઉપરાંત સ્થાનિક આર્થિક સ્થિતિના કારણે પણ બજારમાં મંદી પ્રવર્તી રહી છે. ચીનના નબળા આર્થિક આંકડાના પરિણામ સ્વરુપે પણ બજારની હાલત કફોડી બની છે. દુનિયાભરના બજારોમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં જોરદાર ભડકો થઇ ચુક્યો છે. ચીનના નબળા આર્થિક આંકડાના કારણે સ્થિતિ વધારે ખરાબ થઇ છે.

           સતત વેચવાલી વચ્ચે આજે મુંબઈ સ્ટોક એક્સચેંજમાં ભારે ઉતારચઢાવની સ્થિતિ રહી હતી. સાઉદી અરબના  બે ઓઇલ પ્લાન્ટ ઉપર ડ્રોન હુમલા બાદ ક્રૂડના પુરવઠા પર માઠી અસર થઇ છે. ઉત્પાદનને અસર થઇ છે જેને લીધે ક્રૂડની કિંમતમાં રેકોર્ડ વધારો થઇ ચુક્યો છે. અલબત્ત મંગળવારના દિવસે કિંમતોમાં કોઇ ખાસ ફેરફારની સ્થિતિ જોવા મળી ન હતી પરંતુ સોમવારના દિવસે ક્રૂડની કિંમતમાં ૧૪ ટકાથી વધુનો ઉછાળો નોંધાઈ ગયો હતો. સંતુલનને લઇને અનિશ્ચિતતાના વાદળો ખેરાયેલા છે. દુનિયાભરમાં તેલના પુરતા પુરવઠાની માંગમાં ભડકો થયો છે.

(7:52 pm IST)