Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ડો.કથીરીયા યુ.એસ.એ.ના પ્રવાસેઃ ગુજરાત અને કેલીફોર્નીયા વચ્ચે સીરટર સ્ટેટ એમ.ઓ.યુ.:ઉ સ્વામીનારાયણ મંદિર અને ગુજરાતી ભારતીય સમુદાય સાથે મીટીંગ

રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન અને પુર્વ કેન્દ્રીય મંત્રીશ્રી ડો.વલ્લભભાઇ કથીરીયાએ તેમના અમેરીકાના પ્રવાસની શરૂઆત કેલીફોનીયા સ્ટેટના સાન્ફ્રાન્સીકો સીલીકોન વેલીનના હેઠળ એવા સાનહોર્ઝ વિસ્તાર અને બેકર્સ ફીલ્ડ શહેરોની મુલાકાત કરી હતી. ડો.કથીરીયાએ બીએપીએસ સ્વામીનારાયણ મંદિરમાં ભારતીય સમુદાયને સંબોધી ર૧ મી સદીના ભારતના નિર્માણમાં એન.આર.આઇ.ની ભુમીકા વિષે વકતવ્ય આપ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના કુશળ નેતૃત્વ હેઠળ ભારતનું વિશ્વભરમાં ગૌરવ વધી રહયું છે. ત્યારે મેઇક ઇન ઇન્ડીયા માટે વિશેષ યોગદાન આપવા અર્થે ડો.કથીરીયાએ અપીલ કરી હતી. દ્રષ્ટાંતો આપી અનેક એન.આર.આઇ. પરીવારોએ ભારતમાં ગ્રામ્ય વિકાસ, શિક્ષણ, આરોગ્યની સુવિધાઓ માટે કે ભુકંપ અને પુરની તારાજી વખતે મળેલ યોગદાનને બિરદાવી આવનારા દિવસોમાં આઇ.ટી., કૃષિ, આરોગ્ય, ગૌપાલન અને ગૌસેવા, ડેરી જેવા ક્ષેત્રોમાં વિશેષ સહયોગ અંગે ચર્ચા વિચારણા કરી હતી.

પ્રવાસની શરૂઆતમાં જ કેલીફોનીયા સ્ટેટની રાજધાની સેક્રોમેન્ટોમાં એર રીચોર્સ બોર્ડ, એગ્રીકલ્ચર, ડેરી, એનર્જી કમીશન અને ડેરી કો. ઓપરેટીવ સંબંધીત અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી આગામી ર૦ર૦ માં ગુજરાતના લોકપ્રિય સંવેદનશીલ, કાર્યદક્ષ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની અમેરીકાની આવતા વર્ષની મુલાકાત પહેલા વિવિધ ક્ષેત્રોમાં બંન્ને રાજયો વચ્ચે સીસ્ટર એમ.ઓ.યુ. અંગેની કાર્યવાહીને આગળ ધપાવી હતી. ગુજરાત અને કેેલીફોનીયાનું હવામાન, ભૌગલીક વાતાવરણ, ઉદ્યમશીલતા ગુજરાતીઓની વિશેષ જનસંખ્યા અને સામ્યતા જોતા બંન્ને રાજયોના વિકાસમાં અરસ-પરસ યોગદાન મહત્વનું બની શકે તેમ છે.

ડો.કથીરીયાએ બેકર ફીલ્ડ વિસ્તારમાં ડેરીની મુલાકાત લઇ ભારતમાં ડેરી વિકાસમાં ટેકનોલોજી અંગે વાર્તાલાપ કર્યો હતો. પ્રવાસ  દરમિયાન રાજકોટના પ્રખ્યાત યુરોલોજીસ્ટ, ડો.પ્રદીપ કણસાગરા અને અલીગઢનાં અભિનવ ગૌસ્વામી સાથે રહી સમગ્ર કાર્યક્રમોનું સંકલન અને મેનેજમેન્ટ કરી રહયા છે.

(6:02 pm IST)