Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

હાઉડી મોદીઃ તમામ રેકોર્ડ તોડશેઃ બીલ ગેઇટ્સ ફાઉન્ડેશન દ્વારા નરેન્દ્રભાઇનું સન્માન

ટ્રમ્પના સંબોધનના કારણ

અમેરીકાના હયુસ્ટનમાં ૨૨મીએ હાઉડી મોદી કાર્યક્રમ અંતર્ગત નરેન્દ્રભાઇની સાથે અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ભારતીય સમુદાયને સંબોધશે. હાઉડી મોદીમાં ભાગ લેવાની ટ્રમ્પની તુરંત હા ખુબ જ સુચક છે.

નરેન્દ્રભાઇનું સન્માન કરશે બીલ ગેઇટ્સ

નરેન્દ્રભાઇ ૨૧ થી ૨૭ સુધી અમેરીકાના પ્રવાસે છે ત્યારે તેઓ સૌ પહેલા હયુસ્ટન ખાતે હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશે. ૨૩ થી ૨૭ સપ્ટેમ્બર દરમિયાન યુએનએની બેઠકમાં ભાગ લેશે. ૨૫ અને ૨૬ સપ્ટેમ્બરે ટ્રમ્પ - મોદી વચ્ચે દ્વીપક્ષીય વાતચીતની સંભાવના છે. જયારે ૨૪મીએ બીલ ગેઇટ્સ ફાઉન્ડેશન દ્વારા સ્વચ્છતા ક્ષેત્રમાં કરેલ પ્રયાસો માટે સન્માનીત કરવામાં આવશે. ૨૧ થી ૨૭ વચ્ચે નરેન્દ્રભાઇ અમેરીકાની અઠવાડીયાની મુલાકાતે જઇ રહયા છે. ત્યારે માઇક્રોસોફટના સુપ્રિમો બીલ ગેઇટ્સ ''સ્વચ્છ ભારત અભિયાન'' માટે વડાપ્રધાનનું ભવ્ય સન્માન કરશે તેમ જાહેર થયું છે.

અત્યાર સુધીનું સૌથી મોટુ સંમેલન

ઉત્તરી અમેરીકામાં કોઇ ભારતીય વડાપ્રધાનને સાંભળવા   અત્યાર સુધીમાં સૌથી મોટી સંખ્યામાં લોકો એકત્ર થશે. અત્યાર સુધીમાં અહિં પોપ ફ્રાન્સીસને સાંભળવા લોકો સૌથી વધારે એકઠા થયેલ. આયોજક જિતેન અગ્રવાલે જણાવ્યા મુજબ કાર્યક્રમમાં ૫૦ હજાર લોકો એકત્ર થશે અને ૩૦ કરોડ લોકો કાર્યક્રમને લાઇવ નિહાળશે

(3:34 pm IST)