Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

'એક રાષ્ટ્ર એક ભાષા' પર રાહુલ ગાંધીના ચાબખા ભારતની ઘણી ભાષાઓ દેશની નબળાઇ નથી

નવી દિલ્હી,તા.૧૭: કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપા અધ્યક્ષ અમિત શાહના ' એક રાષ્ટ્ર, એક ભાષા'ના સુચન પર ચાબખા મારતા ગઇ કાલે કહ્યું કે  ભારતમાં ઘણી બધી ભાષાઓ તેની નબળાઇ નથી.

 રાહુલે ટવીટ કર્યું હતું. ' ઉડીયા, મરાઠી,કન્નડ, હિંદી, તમિલ, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી,  ઉર્દુ, પંજાબી, કોંકણી, મલયાલમ, તેલુગુ,  અસમિયા, બોડો, ડોંગરી, મૈથિલી, નેપાલી, સંસ્કૃત, કાશ્મીરી, સિંધી , સંથાલી અને મણીપુરી ભારતની ભાષાઓ છે અને તે દેશની નબળાઇ નથી.'

(3:32 pm IST)