Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ચીનમાં શરૂ થઇ ગઇ છે મંદી

ઔદ્યોગિક ઉત્પાદન ૧૭ વર્ષમાં સૌથી નીચા સ્તરે

ચીનની આર્થિક સ્થિતિ અંગેના આંકડાઓ ત્યાંથી સરકારે બહાર પાડયા છે જે નબળા ઔદ્યોગિક ઉત્પાદન, રોકાણ અને છુટક વેચાણની સ્થિતિ જાહેર કરી રહ્યા છે અમેરિકાર સાથે વેપારમાં તંગદીલી વધ્યાની સાથે ચીનની ઔદ્યોગિક ઉત્પાદન વૃધ્ધિ ઓગષ્સ્ટમાં વાર્ષિક આધાર ૪.૪ ટકા રહી, જે છેલ્લા વૃધ્ધિ ઓગસ્ટમાં વાર્ષિક આધાર પર ૪.૮ ટકાના વૃધ્ધિ દરથી પણ ઓછું છે.

બ્લુમબર્ગે પણ પોતાના સર્વેક્ષણમાં વૃધ્ધિ દર ૫.૨ ટકા રહેવાનો અંદાજ મુકાયો હતો. ચાલુ વર્ષના બીજા ત્રિમાસીક ગાળામાં ચીનમાં જીડીપી ઘટીને ૬.૨ટકા થયો છે જે છેલ્લા ત્રણ દાયકામાં સૌથી ઓછો છે. આ આંકડા નેશનલ સ્ટેટીકસ બ્યુરોએ બહાર પાડયા હતા.

બ્યુરોના પ્રવકતા ફુ લિંગુઇ એ કહ્યું 'આંતરરાષ્ટ્રીય અસ્થિરતા અને અનિશ્ચીતા ઝડપીથી વધી રહી છે અને આપણે તે વાત ધ્યાનમાં રાખવી જોઇએ. ઘરેલુ અર્થવ્યવસ્થા માળખાગત મુદ્દા હજુ પણ મહત્વપૂર્ણ બનેલા છે અને અર્થવ્યવસ્થા નીચે જઇ રહી છે' ચીનના છુટક વેચાણ  દરમાં પણ ઘટાડો થયો છે. સરકારનું સંપૂર્ણ ધ્યાન ધરેલું ઉપયોગ વધારવા પર છે. એ ઘટીને ૭.૫ ટકા પર છે.

વર્ષના શરૂઆતના આઠ મહિનામાં વાર્ષિક આધાર પર રીયાલીટી સેકટરમાં રોકાણ વૃધ્ધિ દર ૫.૫ ટકા રહ્યો હતો. જે શરૂઆતના સાત મહીનાની સરખામણીમાં ૦.૨ ટકા ઓછો છે સાથે જ રીયલ એસ્ટેટ પણ રોકાણ ઘટયું છે.

(3:28 pm IST)