Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

બળદ ખેડૂતની પત્નીનું દોઢ લાખનું મંગળસૂત્ર ગળી ગયો, ઓપરેશન કરીને કાઢવું પડ્યું

નવી દિલ્હી તા.૧૭: મધ્ય પ્રદેશ છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં પોલાપૂજા બહુ ફેમસ છે. એમાં ખેડૂતો પોતાના બળદને સજાવે છે અને પૂજા કરે છે. પૂજા દરમ્યાન તેઓ બળદને જાતજાતની ચીજો ખવડાવે છે. એમાં એક બીજો રિવાઝ એ પણ છે કે ઘરના તમામ સભ્યોની એક-એક સોનીની ચીજ એકત્ર કરવામાં આવે છે અને એને બળદના માથે લગાડીને પ્રાર્થના કરવામાં આવે છે. મહારાષ્ટ્રના અહમદનગરના રાયટે વાઘાપુર ગામમાં બાબુરાવ શિંદે નામના ખેડૂતના ઘરે આ પોલાપૂજા દરમ્યાન અજીબોગરીબ હાદસો બની ગયો. તેમની પત્ની રીતિરિવાજ સાથે પૂજા કરી રહી હતી. તેણે પોતાનું દોઢ લાખ રૂપિયાનું મંગળસૂત્ર બળદના ગળે ફેરવ્યું અને પછી ભુલથી તે જે ડિશામાં મીઠી રોટલી હતી એમાં જ મૂકી દીધું. આ એ જ પ્લેટ હતી જેમાં બળદને ખાવાનું આવાનુ હતું. એ જ ઘડીએ લાઇટ જતાં અંધારૃં થયું અને બાબુરાવની પત્ની મીણબત્તી લેવા અંદર ગઇ અને જ્યારે તે પાછી આવી ત્યારે બળદે પણ ગાયબ થઇ ગયેલું. જોયું તો બળદ એ મંગળસૂત્ર ચાવી રહ્યો હતો. તેણે ઘણી કોશિશ કરી કે બળદ એ ઓકી નાખે પણ એમ ન થયું. એ પછી બન્ને જણ રોજ તેના પોદળામાં મંગળસુત્ર શોધતા ંરહ્યા. આઠ દિવસ સુધી કંઇ હાથ ન લાગતાં તેને પશુચિકિત્સક પાસે લઇ જવામાં આવ્યો. ટેસ્ટમાં ખબર પડી કે મંગળસુત્ર બળદના આમાશયમાં ફસાઇ ગયું છે. ડોકટરોએ સર્જરી કરીને એને કાઢ્યું છે, જયારે હવે બળદને બે મહિનાનો આરામ કરવાની સલાહ અપાઇ છે.

(3:26 pm IST)