Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

યુટયુબ પર મેગા ખીરની રેસિપીએ મચાવ્યો હોબાળો

ન્યુદિલ્હી તા.૧૭) હાલમાં શ્રાદ્ધપક્ષ ચાલી રહ્યા છે ત્યારે દર ત્રીજા-ચોથા ઘરે ખીર-પૂરી બનતાં હોય એવી સંભાવના વધારે છે. એવામાં યુટયુબ પર એક મહિલાએ એવી ફેન્સી ખીર બનાવી છે કે સોશ્યલ મીડિયા પર હોબાળો મચી ગયો. મસાલેદાર મેગીની રેસિપીને બદલ બહેન મીઠી મેગી બનાવી છે અને એ પણ લિટરલી ખીરની જેમ.જ.બે મિનિટમાં મેગી નૂડલ્સ બને ન બને, પણ મતારી મીઠી મેગી બની જશે એવો તેમનો દાવો છે. લગભગ અઢી મિનિટનો રેસિપીનો વિડિયો પણ છે. મેગીને પકવવા માટે પાણીની જગ્યાએ દૂધ વાપર્યુ છે અને મસાલાની જગ્યાએ ખાંડ, આ વિડિયોને જોતજોતામાં બે લાખથી વધુ વ્યુઝ મળી ચૂકયા છે. મસાલેદાર મેગીના ચાહકો આ નવતર પ્રયોગથી જબરા ચિડાયેલા છે. તેમનું કહેવું છે કે આ રેસિપી જોયા પછી એક મહિના સુધી મેગી ખાય નહીં શકાય. એક યુઝરે લખ્યું છે, 'ક્રીએટિવિટીના નામે કંઇ પણ!' જ્યારે બીજા એક યુઝરે લખ્યું છે કે 'સ્વીટ પસંદ કરનારાને કદાચ મીઠી મેગી ભાવે પણ ખરી'. આવા જ એક સ્વીટ-લવરે લખ્યું છે, 'ટેસ્ટ કર્યા વિના કોઇ પણ ડિશને બેકાર ન કહી શકાય, બની શકે કે આ ડિશ ટેસ્ટમાં સારી હોય.'

(3:26 pm IST)