Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ચોમાસુ હજુ પણ સક્રિય : ઓકટોબરના પ્રથમ પખવાડીયામાં વિદાય લ્‍યે તેવી સંભાવના

સામાન્‍ય રીતે ૧લી સપ્‍ટેમ્‍બરે રાજસ્‍થાનથી નૈઋત્‍યનું ચોમાસુ પાછુ ખેંચાતુ હોય છે : ઉત્તર કોંકણ ઉપર અપરએર સાયકલોનીક સરકયુલેશનની સંભાવનાઃ કોંકણ - મુંબઈમાં સપ્‍ટેમ્‍બરના અંત સુધી મધ્‍યમ - ભારે વરસાદ પડશે

મુંબઈ : જાણીતા વેધર એનાલીસ્‍ટ શ્રી અક્ષય દેવરસે ટ્‍વીટ કરી જણાવ્‍યુ છે કે સપ્‍ટેમ્‍બરના બાકીના દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેશે અને ચોમાસુ પાછુ ખેંચાવાનું મોડુ થયુ છે. હવે નૈઋત્‍યનું આ વર્ષના ચોમાસાની વિદાયની જાહેરાત ઓકટોબરના પ્રથમ પખવાડીયામાં થશે તેવી સંભાવના શ્રી અક્ષય દેવરસે જણાવી છે.

શ્રી દેવરસ જણાવે છે કે સામાન્‍ય રીતે ૧ સપ્‍ટેમ્‍બરે રાજસ્‍થાનથી ચોમાસુ પાછુ ખેંચાવાનું શરૂ થતુ હોય છે, જે આ વર્ષે બન્‍યુ નથી અને ચોમાસાની વિદાય મોડી થઈ છે.

તેમણે જણાવ્‍યુ છે કે ૨૫-૨૬ સપ્‍ટેમ્‍બર આસપાસ મુંબઈમાં હજુ વધુ વરસાદ પડવાની પૂરી સંભાવના છે.

જાણીતા હવામાન શાષાી પ્રો.શ્રીધર બાલા સુબ્રમણ્‍યમ જણાવે છે કે ઉત્તર કોંકણ ઉપર અપરએર સરકયુલેશનની સંભાવના છે અને તેને લીધે મુંબઈમાં પણ ૨૦-૨૧ના ભારે વરસાદની સંભાવના છે.

(1:16 pm IST)