Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

કર્ણાટકમાં ક્રેશ થયું DRDO નું રૂસ્ટમ 2 UAV : ટ્રાયલ દરમિયાન સર્જાયો અકસ્માત

ચિત્રદુર્ગ જિલ્લાના જોડીચીકેનહલ્લીમાં ક્રેશ: . ડીઆરડીઓના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) નું એક અનમૈન્ડર એરિયલ વ્હીકલ (યુએવી) મંગળવારે સવારે કર્ણાટકમાં અકસ્માતનો ભોગ બન્યું છે. યુએવી સવારે 6 વાગ્યે ચિત્રદુર્ગ જિલ્લાના જોડીચીકેનહલ્લીમાં ક્રેશ થયું છે. આ ડીઆરડીઓનો રુસ્તમ 2 યુએવી છે. આજે તેનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું હતું. ડીઆરડીઓના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

ચૈલકેરે એરોનોટિકલ ટેસ્ટ રેંજ (એટીઆર)માં આઉટ-ડોર તપાસવામાં આવે છે. અહીં ડીઆરડીયોની બાજુથી વિશેષ રીતે માનવ રહિત વિમાનો માટે કાર્યરત છે. ક્રેશની ઘટના આ જ રેંજની આસપાસ બની છે. ચિત્રદુર્ગની એસપીએ ઘટના વિશે જણાવ્યું છે, ડીઆરડીયોનું રુસ્તમ 2 ક્રિશ થયું છે. તે ટ્રાયલ કરવામાં આવી રહ્યું હતું. જે ફેલ થઈ ગયું છે. ખુલ્લા એરિયામાં પડ્યું હતું. લોકો આ યુએવી વિશેની કોઈ માહિતી નહોતી તેથી તેની આસપાસ જોવા માટે લોકોની ભીડ એકત્રિત થઈ ગઈ હતી

અનમૈન્ડર એરિયલ વ્હીકલ (યુએવી) એ એરક્રાફ્ટનો એક વર્ગ છે જે પાઇલટ વિના ઉડી શકે છે.

યુએવી સિસ્ટમમાં એરક્રાફ્ટ કંપોનેંટ,સેન્સર પેલોડ્સ અને ગ્રાઉન્ડ કંટ્રોલ સિસ્ટમનો સમાવેશ હોય છે.

યુએવીને ઓનબોર્ડ ઇલેક્ટ્રોનિક ઉપકરણો અથવા ગ્રાઉન્ડ પર લાગેલા ડિવાઇસેસથી નિયંત્રિત કરી શકાય છે.

જ્યારે તે ગ્રાઉન્ડ સિસ્ટમથી નિયંત્રિત થાય છે, ત્યારે તેને આરપીવી (રિમોટલી પાયલોટ વ્હીકલ) કહેવામાં આવે છે. આ માટે વાયરલેસ સિસ્ટમની જરૂર છે.

(12:23 pm IST)