Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

કરતારપુર કોરીડોર ૯ નવેમ્બરથી ખુલ્લો મુકાશેઃ દરરોજ ૫ હજાર ભાવિકો ગુરૂદ્વારા સાહિબ જઇ શકશેઃ પાકિસ્તાનની જાહેરાત

૧૯૪૭ બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે સૌ પ્રથમ વીઝા મુકત કોરીડોર બનશે

નવી દિલ્હીઃ કરતારપુર કોરીડોર ૯ નવેમ્બરના રોજ ભારતીય શીખ સમુદાય માટે ખોલી દેવામાં આવશેે તેવી જાહેરાત પાકિસ્તાને કરતા લાંબા સમયથી રાહ જોઇ રહેલ શ્રધ્ધાળુઓમાં હર્ષની લાગણી છવાઇ ગઇ છે.

લાહોરથી લગભગ ૧૨૫ કિલોમીટર દુર નરોવાલામાં દેશી-વિદેશી પત્રકારોની કરતારપુર કોરીડોરની મુલાકાત દરમિયાન  પાકિસ્તાને આ જાહેરાત કરી હતી. યોજનાના ડાયરેકટર આતિફ માજીદે પત્રકારોને માહિતી આપેલ કે કોરીડોરનું ૮૬ ટકા કામ પુરૂ થઇ ગયું છે. અને ૯ નવેમ્બરે તેને ખોલવામાં આવશે. આ કોરીડોરથી દરરોજ ૫ હજાર શીખ શ્રધ્ધાળુઓ પાકિસ્તાન જશે. ૧૯૪૭ બાદ અત્યાર સુધીનો ભારત-પાકિસ્તાન વચ્ચેનો પહેલો વીઝા મુકત કોરીડોર છે.

(12:04 pm IST)