Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

રાજસ્થાનમાં નગરપાલિકા -પંચાયત ચૂંટણી પહેલા માયાવતીને મોટો ઝટકો : બસપાના તમામ છ ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાયા

બસપા ધારાસભ્યદળનું કોંગ્રેસમાં વિલયનો પત્ર વિધાનસભાના અધ્ય્ક્ષને સોંપ્યો

 

જયપુર : રાજસ્થાનમાં નગરપાલિકા અને પંચાયત ચૂંટણી પહેલા બસપાના સુપ્રીમો માયાવતીને મોટો ઝટકો લાગ્યો છે બહુજન સમાજ પાર્ટીના તમામ ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ થયા છે બસપાના ધરસભયદળ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે તમામ ધારાસભ્યોએ વિધાનસસભા અધ્યક્ષ સીપી જોશીને વિલયપત્ર સોંપ્યો છે

 બસપાના ધારાસભ્ય વાજીબ અલીએ કહ્યું કે રાજસ્થાનમાં બસપાના ધારાસભ્યો હતા આજે અમે તમામે કોંગ્રેસ જોઈન કરી લીધી છે અમને બસપા ધારાસભ્યદળનું કોંગ્રેસમાં વિલયનો પત્ર વિધાનસભાના અધ્ય્ક્ષને સોંપ્યો છે તેઓએ કહ્યું કે સાંપ્રદાયિક તાકતોથી મુકાબલો કરવા માટે અમે તમામ ધારાસભ્યોએ કોંગ્રેસમાં સામેલ થવાનો નિર્ણ્ય કર્યો છે

 અત્રે ઉલ્લેખયનીય છે કે આગમી દિવસોમાં રાજ્યમાં પાલિકા અને પંચાયત ચૂંટણી થનાર છે ચૂંટણી પહેલા બસપાના તમામ ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ થતા બસપાને મોટો ઝટકો લાગ્યાનું મનાય છે કોંગ્રેસ પાલિકા અને પંચાયત ચૂંટણીમાં જીત મેળવવા વખતે સદસ્યતા અભિયાન પર ભાર મૂકી રહી છે

 

(12:30 am IST)