Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

''જયાં જયાં વસે ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત'': અમેરિકામાં DFW ગુજરાતી સમાજ ડલ્લાસના ઉપક્રમે'' નવરાત્રિ ઉત્સવ'' ઉજવાશેઃ ૨૧ સપ્ટેં. તથા ૨૮ સપ્ટેં. તેમજ ૫ ઓકટો. ૨૦૧૯ના રોજ થનારી ઉજવણીઃ ૨૧ સપ્ટેંમ્બર શનિવારે ચાર ચાર બંગડી ફેઇમ દાંડિયા કિવન કિંજલ દવેના સંગાથે રાસ ગરબાની રમઝટ બોલશે

ટેકસાસઃ ''જયાં જયાં વસે ગુજરાતી, ત્યાં સદા  કાળ ગુજરાત'' યુ.એસ.માં DFW ગુજરાતી સમાજ ડલ્લાસ દ્વારા ભારે ધામધૂમ પૂર્વક નવરાત્રિ ઉત્સવ ઉજવાશે.

ઉત્સવની ઉજવણી અંતર્ગત ૨૧ સપ્ટેં.શનિવારના રોજ FRISCO FLYER, 50,000, SQ FIT મુકામે, ચાર ચાર બંગડી ફેઇમ સુપ્રસિધ્ધ ગાયિકા કિંજલ દવે રાસ ગરબાની રમઝટ જમાવશે. જેનો સમય સાંજે ૭ વાગ્યાથી રાત્રિના ૧૨:૩૦ વાગ્યા સુધીનો રહેશે.

બાદમાં ૨૮ સપ્ટેંના રોજ યોજાનારા ગરબામાં ખાએલીયા ગૃપ તથા સમીર દાંતે એન્ડ દિપાલી ગૃપ ખેલૈયાઓને ગરબે ધુમાવશે.

ત્રીજો ગરબા પ્રોગ્રામ ૫ ઓકટો.ના રોજ ડેલ્ટ હોટેલ એલન કન્વેન્શન સેન્ટર એલન મુકામે યોજાશે.

ટિકિટ GUJARATI SAMAJ.COM દ્વારા મળી શકશે. તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

 

(10:36 pm IST)
  • નરેન્દ્રભાઇએ ૫૫ મહિનામાં ૯૨ રાષ્ટ્રોની મુલાકાત લીધીઃ ટ્રાવેલીંગ ખર્ચ ૨૦૨૧ કરોડ ... access_time 1:21 pm IST

  • વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં માતા હિરાબાને મળ્યાઃ સાથે કાંસાની થાળીમાં ભોજન પણ લીધુઃ જન્મદિવસના આશિર્વાદ પણ મેળવ્યા access_time 3:53 pm IST

  • રાજકોટના કોંગી કોર્પોરેટરો સાથે મિટીંગ શરૂ : રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટરો અમદાવાદ પહોંચ્યાઃ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂને ફરી સક્રિય કરવા કોંગી નેતાગીરી સમક્ષ જોરદાર માગણીઃ પ્રદેશ કોંગી પ્રમુખ શ્રીઅમિત ચાવડા સાથે બેઠક શરૂ access_time 4:38 pm IST