Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ચીન પાસેથી નાણાકીય મદદ લેનારા પાડોશી દેશોને વહેલાસર થશે અહેસાસ કે કંઈપણ મફત મળતું નથી

ભારતીય સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે ટકોર કરી

 

નવી દિલ્હી :ચીન પાસેથી મદદ લેનારા દેશોને ભારતીય સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે ટકોર કરી છે. તેમણે કહ્યું છે કે જે દેશોએ ચીન પાસેથી નાણાકીય મદદ લીધી છે. તેમને વહેલી તકે અહેસાસ થઇ જશે કે કંઇ પણ મફતમાં મળતું નથી. તાજેતરના દિવસોમાં નેપાળ અને ચીન વચ્ચે નિકટતા વધી છે.

  તેમનો ઇશારો નેપાળ અને ભારતના અન્ય પાડોશી દેશો તરફ હતો. જનરલ રાવતે કહ્યું કે કોઇ પણ દેશ જે આર્થિક વિકાસ કરવા ઇચ્છતુ હોય તો તેને દ્વિપક્ષીય અથવા બહુપક્ષીય માર્ગ શોધવો પડે છે.

(1:07 am IST)